Aapnu Gujarat
ગુજરાત

ગોધરાની ૧૯ વર્ષની રેપ પીડિતાની ગર્ભપાત માટે હાઈકોર્ટમાં રિટ

ગોધરાની ૧૯ વર્ષીય બળાત્કાર પીડિતાએ તેનો ૨૪ સપ્તાહનો ગર્ભ પડાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી છે. પીડિતા તરફથી કરાયેલી અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે વડોદરાની સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ સહિતના સંબંધિત સત્તાવાળાઓને પીડિતાની તબીબી તપાસ અને તેણીના ગર્ભની સ્થિતિની તપાસ બાદ તે અંગેનો વિગતવાર અહેવાલ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો છે અને કેસની વધુ સુનાવણી તા.૭મી જૂલાઇએ રાખવામાં આવી છે. ગોધરાની ૧૯ વર્ષીય બળાત્કારનો ભોગ બનેલી પીડિતા તરફથી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, તેણીના દાદા દ્વારા જ તેની પર બળાત્કાર ગુજારાયો હતો અને તેના કારણે તેણી ગર્ભવતી બની છે. તેની માતાના મૃત્યુ બાદ તે પોતાના પિતાની સાથે રહે છે અને ઘણી દયનીય હાલત છે. બળાત્કારના કારણે રહેલો ગર્ભ તેને જોઇતો નથી. તેની સામાજિક અને માનસિક યાતનાનો વિચાર કરી હાઇકોર્ટે તેણીને ગર્ભપાતની મંજૂરી આપવી જોઇએ. અરજદાર પીડિતા તરફથી કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે પીડિતાની સંપૂર્ણ તબીબી તપાસ કરી તે અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા વડોદરા સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે શુક્રવાર સુધીમાં આ રિપોર્ટ રજૂ કરી દેવા સત્તાવાળાઓને તાકીદ કરી હતી. કેસની વધુ સુનાવણી તા.૭મી જૂલાઇ પર મુકરર કરાઇ હતી.

Related posts

બલવંતપુરા રેલવે અંડરપાસમાં પાણી ઘુસ્યું

editor

गोधरा कांड : प्रमुख आरोपी रफीक हुसैन भटुक गिरफ्तार

editor

પાવાગઢ મંદિર ટ્રસ્ટ બનાવશે ઓક્સિજન પ્લાન્ટ

editor

Leave a Comment

UA-96247877-1