Aapnu Gujarat
ગુજરાત

બલવંતપુરા રેલવે અંડરપાસમાં પાણી ઘુસ્યું

હિંમતનગર ઉદયપુર રેલવે મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થતાં હિંમતનગરરથી ઉદયપુર રેલવે લાઈનમાં અનેક અંડરપાસ બનાવામાં આવેલ છે. દરવખતે સામાન્ય વરસાદમાં અંડરપાસમાં વરસાદી પાણી ભરાઇ જાય છે. આ વખતે પણ બલવંતપુરા અંડર પાસમાં વરસાદી પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં બે વર્ષથી આ પરિસ્થિતિ જોવા મળે છે. રેલવે વિભાગ દ્વારા આ વર્ષે પાણીના નિકાલ માટે પંપ મુકવામાં આવ્યા છે પરંતુ પંપ પણ બગડી જતાં રેલવે વિભાગના કમૅચારીઓ દ્વારા પાણીના નિકાલ માટે પંપ રીપેરીંગનીની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને જોતા એ પણ સાબિત થાય છે કે રેલવે વિભાગની પ્રી મોન્સુન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રેલવે અંડરપાસ વરસાદી પાણીના નિકાલ માટે રેલવે વિભાગ દ્વારા કુવા પણ બનાવવામાં આવ્યા છે ત્યારે કૂવામાં પાણી ભરાઇ જતા આ પાણી પાછું ધકેલાઈ અંડરપાસમાં રહે છે આ સમસ્યાને લઇ આ વિસ્તારના લોકોને અવરજવર કરવા માટે એક કિલોમીટર જેટલું વધારે અંતર કાપવું પડે છે. હવે જોવું રહ્યું કે રેલવે વિભાગ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે તે આવનારા દિવસો માંજ ખબર પડશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

શહેરમાં પાંચ મલ્ટીલેવલ પાર્કિંગ ફાળવવાની તૈયારી

aapnugujarat

હીરા ઉદ્યોગમાં ત્રણ તબક્કે વેકેશન ખૂલશે

aapnugujarat

પાટીદાર નેતા હાર્દિક પટેલની જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1