Aapnu Gujarat
ગુજરાત

બાવળા રામનગર પાટિયા પાસે એમ્બ્યુલન્સ ડ્રાઇવરને એટેક આવતા વાન પુલથી ખાબકી

શહેરની સિવિલ હોસ્પિટલમાંથી મૃતક અને તેના પરિવારજનોને લઇને નીકળેલી એમ્બ્યુલન્સ વાનના ડ્રાઇવરને જ હાર્ટ એટેક આવતાં બાવળાના રામનગર પાટિયા પાસે એમ્બ્યુલન્સ વાન નાના પુલ પરથી નીચે ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઇવર અને વાનમાં બેઠેલ મહિલાનું મોત નીપજયુ હતું. જયારે પાંચથી વધુ લોકોને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. સૌકોઇમાં એરરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, મૂળ ચોટીલાના હરણ્ય ગામનો એક પરિવાર તેમના સ્વજનનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજયુ હોઇ તેમની લાશ લઇને એમ્બ્યુલન્સ વાન ભાડે કરી રાજકોટ જવા આજે વહેલી સવારે નીકળ્યા હતા. જો કે, એમ્બ્યુલન્સ વાન બાવળાના રામનગર પાટિયા નજીક પહોંચતા અચાનકન વાનના ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો. જેને પગલે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને વાન અચાનક જ નાના પુલ પરથી નીચે ખાબકી હતી. જેને પગલે વાનમાં બેઠેલા લોકો પણ કંઇ સમજે તે પહેલા ગમખ્વાર અકસ્માત સર્જાઇ ગયો હતો. ડ્રાઇવર અને વાનમાં બેઠેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતું. જયારે અન્ય પાંચથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માત જોઇ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા, હાઇવે પરથી પસાર થઇ રહેલા વાહનચાલકો પણ તેમના વાહનો સાઇડમાં રોકી બચાવ માટે મદદે દોડી આવ્યા હતા. સૌકોઇમાં એરરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતની જાણ થતાં બાવળા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઋણસ્વિકાર અભિવાદન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

પાવીજેતપુરમાં પલ્સ પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ભાજપ વિરૂદ્ધ ચૂંટણીમાં ખેડૂતોની નારાજગી દેખાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1