Aapnu Gujarat
બિઝનેસ

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ભરવો પડશે ડબલ જીએસટી મામલે સરકારે કર્યો ખુલાસો

જીએસટી દેશભરમાં લાગુ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેના પ્રત્યે લોકોમાં ઘણી બધી મુંઝવણ જોવા મળી રહી છે. તેવામાં વ્હોટ્‌સએપ અને સોશિયલ મીડિયામાં કેટલાક ગેરમાર્ગે દોરનારા મેસેજ પણ વાયરલ થઈ રહ્યાં છે. આવી જ એક અફવા હાલ વ્હોટ્‌સએપ પર વાઈરલ થઈ છે. જેમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે, જો તમે ટેલીફોન, મોબાઈલ, ગેસ કે પછી ઈલેક્ટ્રીસિટી બિલ ક્રેડિટ કાર્ડથી ભરશો તો તમારે ડબલ જીએસટી ભરવો પડશે. અફવા તે રીતે ફેલાવવામાં આવી રહી છે કે, જો તમે જે પણ બિલ ક્રેડિટ કાર્ડથી ભરશો તેમાં બિલની રકમમાં લખ્યો હશે તે પ્રમાણે જીએસટી આપવો પડશે, અને આ ઉપરાંત તમારા ક્રેડિટ કાર્ડમાંથી પણ અલગથી જીએસટી કપાશે. જેથી આવા કોઈ પણ બિલનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરવાને બદલે ઈન્ટરનેટ બેન્કિંગ કે પછી કેશમાં જ કરવું. જોકે, આ મેસેજ સાવ ખોટો છે. સરકાર અને બૅન્કોએ એવી અફવાને રદિયો આપ્યો છે કે જીએસટીના માહોલમાં ક્રેડિટ કાડ્રસ અથવા ઇલેક્ટ્રૉનિક પદ્ધતિથી પેમેન્ટ કરવામાં બેવડો કર લાગશે. મહેસૂલસચિવ હસમુખ અઢિયાએ ટ્‌વીટ કર્યું છે કે ‘સોશ્યલ મીડિયામાં એવો સંદેશ ફરી રહ્યો છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા બિલો ભરવામાં આવશે તો બે વાર જીએસટી ચૂકવવો પડશે. આ સંદેશ એકદમ ખોટો છે. કૃપયા આવો સંદેશ સત્તાવાળાઓ સાથે ચેક કર્યા વિના શેર ના કરો.’
ઉલ્લેખનીય છે કે, જીએસટી નહોતો ત્યારે પણ બેંકો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર આવો કોઈ ચાર્જ વસૂલતી નહોતી. હા એ વાત ચોક્કસ છે કે જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ લેટ કરો તો તમારે તેના પર ચોક્કસ અમુક ચાર્જ અને પેનલ્ટી ભરવા પડે છે.જોકે, જીએસટી લાગુ થયા બાદ બ્રોડબેન્ડ, મોબાઈલ, હોટેલ સહિત તમામ વસ્તુઓના બિલ પર લાગતો સર્વિસ ટેક્સ હવે વધી ગયો છે. કેમ કે, જીએસટી પહેલા સર્વિસ ટેક્સ ૧૫ ટક હતો, જે હવે વધીને ૧૮ ટકાના સ્લેબમાં આવી ગયો છે. જેથી, હવે તમારે કેટલીક વસ્તુઓના બિલ થોડા વધારે ચૂકવવાના રહેશે, અને અત્યાર સુધી ક્રેડિટ કાર્ડના લેટ પેમેન્ટ ચાર્જ જે હતો તે પણ ત્રણ ટકા જેટલો વધી જશે. પરંતુ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ડબલ જીએસટી આપવો પડશે તે વાત સાવ ખોટી છે.

Related posts

નોટબંધીથી હજુ પણ પરેશાન છે લઘુ અને મધ્યમ ઉદ્યોગ

aapnugujarat

નાણાં મંત્રાલયે માન્યું કે થોડી સુસ્ત થઈ છે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકી ૮ની મૂડી ૬૨,૯૯૮ કરોડ વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1