Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકન પસંદગીકારોને વધુ છ મહિનાની મળેલી મહેતલ

સનથ જયસૂર્યાના નેતૃત્વમાં પસંદગી સમિતિ વધુ છ મહિના માટે યથાવત રહેશે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા આ મુજબની માહિતી આપવામાંઆવી છે. શ્રીલંકન પસંદગીકારોને બીજા છ મહિનાની મહેતલ આપવામાંઆવી છે.આનો મતલબ એ થયો કે વર્ષ ૨૦૧૭ના અંત સુધી જયસૂર્યાના નેતૃત્વમાં પસંદગી સમિતિ કામ કરતી રહેશે. પસંદગી સમિતિના વડા તરીકે જયસૂર્યા હાલ રહેલો છે. ટીમના ખરાબ દેખાવના કારણે જયસૂર્યાની પણ ચારેબાજુ ટિકા થઇ રહી છે. ફેબ્રુઆરી ૨૦૧૩માં જવાબદારી સંભાળી લીધા બાદથી ૨૦૧૫માં વર્લ્ડકપમાં શ્રીલંકાના કંગાળ દેખાવ બાદ જયસૂર્યાને બદલી નાંખવામાંઆવ્યો હતો પરંતુ ગયા વર્ષે વર્લ્ડ ટ્‌વેન્ટી-૨૦માં તેને ફરી મુખ્ય પસંદગીકાર તરીકેની જવાબદારી સોંપવામાંઆવી હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડના ક્રિકેટ મેનેજર આશંકા ગુરુસિંઘાએ પસંદગી સમિતિમાં સ્થાન જાળવી રાખ્યું છે. ભૂતપૂર્વ ેખેલાડી રોમેશ કાલુવિથરના, રણજીત મદુરાસિંગે, ઇરિક ઉપ્સથાના પાંચ સભ્યોની પેનલમાં યથાવતરીતે રહેશે. જયસૂર્યાની પેનલની ફેર નિમણૂંક કરવામાં આવી હતી. શ્રીલંકાની ૩૦ વનડે મેચોમાં ૩૮ ખેલાડીઓને હાલ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેના લીધે શ્રીલંકન ક્રિકેટ ટીમની ચારેબાજુ ટિકા થઇ રહી છે. ગયા વર્ષે મે મહિના બાદથી આ પેનલની નિમણૂંક થયા પછી ૩૮ ખેલાડીઓને અજમાવવામાં આવ્યા છે. ટેસ્ટ અને વનડે ટીમ ઝડપથી તૈયાર થાયતેવા પ્રયાસ થઇ રહ્યા છે. હાલમાં તેનો દેખાવ ખુબ કંગાળ રહ્યો છે. હાલમાં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વનડેમાં તેની હાર થઇ છે. બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં હાર થઇ છે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રીલંકાનો દેખાવ કંગાળ રહ્યો હતો. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાને ૩-૦થી ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકન ટીમે હાર આપી હતી. આ ટીમમાં કેટલાક નવા ખેલાડીઓનો સમાવેશ કરાયો હતો. જયસૂર્યાની પેનલ દ્વારા સામેલ કરવામાં આવેલા ખેલાડીનો દેખાવ પણ નિરાશાજનક રહ્યો છે.

Related posts

૨૫ વર્ષ બાદ પ્રથમ વાર ભારતે દ .આફ્રિકામાં વન-ડે શ્રેણી જીતી

aapnugujarat

એમઆરએફ સાથે કોહલીની ૧૦૦ કરોડની સ્પોન્સરશીપ

aapnugujarat

गांगुली ने सहवाग को बताया मैच विनर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1