Aapnu Gujarat
રમતગમત

વિમ્બલ્ડન : નડાલ, મરેની બીજા રાઉન્ડમાં આગેકૂચ

ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં ટોચના ખેલાડીઓએ જીત મેળવીને આગેકૂચ કરી લીધી છે. સ્પેનના રાફેલ નડાલે પોતાના હરીફ ખેલાડી પર સીધા સેટોમાં જીત મેળવીને આગેકૂચ કરી હતી. જ્યારે અન્ય ખેલાડીઓ પણ આગેકૂચ કરી રહ્યા હતા. વરસાદગ્રસ્ત મેચમાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી એન્ડી મરેએ કઝાકિસ્તાનના બબલીક ઉપર ૬-૪, ૬-૨થી જીત મેળવી હતી જ્યારે જાપાનના નિશીકોરીએ માર્ટો ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી. સોંગાએ બ્રિટનના નૌરી ઉપર ૬-૩, ૬-૨થી જીત મેળવી હતી. નડાલે પોતાના હરીફ ખેલાડી ઉપર ૬-૧, ૬-૩, ૬-૨થી જીત મેળવી હતી. મહિલાઓના વર્ગમાં વિનસ વિલિયમ્સે પણ પોતાની મેચ જીતીને આગેકૂચ કરી હતી. વિનસ વિલિયમ્સે બેલ્જિયમની મેર્ટેન્સ ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી. સ્વિટોલીનાએ બાર્ટી ઉપર ૭-૫, ૭-૬થી જીત મેળવી હતી. સ્પર્ધામાં ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરેલી રોમાનિયાની સિમોના હેલેપે મારિના ઉપર ૬-૪, ૬-૧થી જીત મેળવી હતી. વરસાદગ્રસ્ત મેચો હોવાના કારણે ટેનિસ ચાહકોની રોમાંચ બગડી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ મેદાનમાં ઉતરી રહી નથી. જેેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપની ત્રીજી જુલાઈથી રોમાંચક વાતાવરણમાં ઇંગ્લેન્ડના ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે શરૂ થઇ હતી. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ હવે ૧૬મી જુલાઇ સુધી ચાલનાર છે. ટોચના ખેલાડીઓ ફાઇનલ પહેલા આમને સામને આવી શકે છે. વિમ્બલ્ડનમાં કુલ ઇનામી રકમ વધારીને ખેલાડીઓને ખુશખુશાલ કરવના પ્રયાસ કરવામાં આવ્યા છે. કુલ ઇનામી રકમ ૩૧.૬ મિલિયન યુરો પહોંચી ગઈ છે. પુરુષો અને મહિલાઓની સિંગલ્સ સ્પર્ધા જીતનાર ને ૨.૨ મિલિયન યુરો આપવામાં આવશે જ્યારે મહિલાઓ અને પુરુષો ડબલ્સ માટેની ઇનામી રકમમાં પણ આ વખતે વધારો કરવામાં આવ્યો છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયન્સશીપમાં સેરેના વિલિયમ્સ આ વખતે મેદાનમાં ઉતરી રહી નથી. સર્બિયાના નોવાક જોકોવિકે વિમ્બલ્ડન પહેલા જ બ્રિટનમાં મોટી સ્પર્ધા જીતીને પોતાના હરીફ ખેલાડીઓને ચેતવણી આપી દીધી છે.
મહિલાઓના વર્ગમાં આ વખતે સેરેનાની ગેરહાજરીમાં હેલેપ, પ્લીસકોવા ફેવરિટ તરીકે રહેશે. હાલમાં જ પ્લીસકોવા ફ્રેન્ચ ઓપનમાં ફાઈનલમાં પહોંચી હતી. પ્લીસકોવાનો દેખાવ તાજેતરના સમયમાં સારો રહ્યો છે. આ ઉપરાંત છઠ્ઠી ક્રમાંકિત વોઝનિયાકી પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. બીજી બાજુ રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ ફરી એકવાર પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. ફેડરર અને નડાલ વચ્ચે આ વખતે સ્પર્ધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

વિરાટ, ધોની સાનિયા મિર્ઝાના ફેવરિટ

aapnugujarat

हार का दर्द नहीं चाहता था : रहीम

aapnugujarat

ભારત-શ્રીલંકાની વચ્ચે આજે એકમાત્ર ટ્‌વેન્ટી જંગ ખેલાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1