વિરાટ કોહલીએ માત્ર મેદાનની અંદર જ રેકોર્ડનો વરસાદ કર્યો નથી બલ્ક મેદાનની બહાર પણ તેનો ડંકો જોવા મળી રહ્યો છે. મેદાનની બહાર પણ તે હવે એક પછી એક રેકોર્ડ કરી રહ્યો છે. આ વખતે વિરાટ કોહલીએ ટાયર બનાવતી કંપની એમઆરએફની સાથે સદીનો રિકોર્ડ કર્યો છે. એટલે કે વિરાટે પોતાના બેટના સ્પોન્સરશિપ માટેના કરારને એમઆરએફની સાથે આાગામી આઠ વર્ષ માટે લંબાવી દેવાનો નિર્ણય કર્યો છે. મળેલી માહિતી મુજબ આ ડીલ ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેની હોવાનુ જાણવા મળ્યુ છે. આ અગાઉ વિરાટ કોહલીએ પ્રમુખ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ પ્યુમાની સાથે આવી જ ૧૦૦ કરોડની સમજુતી કરી હતી. વિરાટે આ ડીલ પણ આઠ વર્ષ માટે કરી હતી. વિરાટની જાહેરાતને મેનેજ કરનાર એજન્સીએ કહ્યુ છે કે એમએારએફની સાથે રિન્યુ કરવામાં આવેલા કરારમાં છેલ્લી વખતની તુલનામાં વધારે તેજી છે. સાથે સાથે ઉછાળો પણ વધારે છે. જો કે આ એજન્સીએ ડીલના સંબંધમાં વધારે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. બેટ સ્પોન્સરશીપના મામલે એમઆરએફનો અનેક ખેલાડી સાથે કરાર રહ્યો છે. આ યાદીમાં મહાન ખેલાડી સચિન તેન્ડુલકર, બ્રાયન લારા, સ્ટીવ વોગનો સમાવેશ થાય છે. હાલના દિવસોમાં કોહલી ઉપરાંત શિખર ધવન અન ડિવિલિયર્સનો સમાવેશ થાય છે. સ્પોન્સરશીપના મામલે ૧૦૦ કરોડની ક્લબમાં વિરાટ કોહલી વર્ષ ૨૦૧૬માં સામેલ થઇ ગયો હતો. એ વખતે કોહલીએ ૧૩ બ્રાન્ડ પર હસ્તાક્ષર કર્યા હતા. વિરાટ કોહલીનો વિરાટ દેખાવ મેદાનની અંદર અને બહાર જારી રહે તેવી શક્યતા દેખાઇ રહી છે.