Aapnu Gujarat
મનોરંજન

અદાણી ગ્રૂપ બોલીવૂડમાં ઝંપલાવશે

૨૦૨૧નુ વર્ષ બોલીવૂડ માટે કેવુ પૂરવાર થશે તે કહેવુ તો વહેલુ છે પણ બોલીવૂ઼ડના જાણીતા પ્રોડયુસર કરણ જોહર માટે નવુ વર્ષ સારી ખબર લઈને આવ્યુ છે.કરણ જોહરની ફિલ્મ નિર્માણ કંપની ધર્મા પ્રોડકશનમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ગ્રૂપ પાર્ટનરશીપ કરવા જઈ રહ્યુ છે.
ગૌતમ અદાણી ધર્મા પ્રોડ્‌ક્શનમાં ૩૦ ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહ્યા છે.આ માટે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો શરુ થઈ ચુકી છે.બોલીવૂડમાં તેમની એન્ટ્રીને લઈને અનેક અટકળો શરુ થઈ છે.ઉલ્લેખનીય છે કે, ધર્મા પ્રોડક્શન મોટા સ્ટાર સાથે બીગ બજેટ ફિલ્મો બનાવવા માટે જાણીતી કંપની છે.હાલમાં આ કંપનીના બેનર હેઠળ અમિતાભ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર ફિલ્મ બની રહી છે.જેનુ બજેટ ૩૦૦ કરોડ રુપિયાને પાર થઈ ગયુ છે.આ સિવાય જુગ જુગ જીયો, શેરશાહ, રણભૂમિ, દોસ્તાના ૨ જેવી ફિલ્મો ધર્મા પ્રોડક્શન બનાવવાનુ છે.બીજી તરફ ગૌતમ અદાણી સફળ ઉદ્યોગપતિઓ પૈકી એક છે અને તેમની સંપત્તિ ૧૦ અબજ ડોલર હોવાનુ મનાય છે.આ ડીલ થઈ જશે તો બોલીવૂડમાં પૈસા ઠલવાશે અને કોરોનાના સમયગાળામાં બોલીવૂડને રોકાણની સખ્ત જરુરિયાત છે.

Related posts

દલજીત તાપ્સી પન્નુ સાથે રોમાન્સ કરતો દેખાશે : રિપોર્ટ

aapnugujarat

कन्नड़ अभिनेत्री जयश्री रमैया की मौत

editor

સુશાંતના પૈસે પાર્ટી કરતી હતી રિયા, ફાર્મહાઉસના પૂર્વ મેનેજરે કર્યો ખુલાસો

editor

Leave a Comment

UA-96247877-1