Aapnu Gujarat
મનોરંજન

દલજીત તાપ્સી પન્નુ સાથે રોમાન્સ કરતો દેખાશે : રિપોર્ટ

પિન્કમાં શાનદાર અભિનયના કારણે ચર્ચામાં આવેલી ખુબસુરત તાપ્સી પન્નુ હવે નવી ફિલ્મમાં દલજીત દોસાંઝની સાથે રોમાન્સ કરતી નજરે પડનાર છે. કારણ કે લોકપ્રિય હોકી ખેલાડી દલજીતની લાઇફ પર હવે ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દલજીત આગામી ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. કારણ કે આ એક પડકારરૂપ ફિલ્મ છે. હાલમા ંજ આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશકોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ તાપ્સી પન્નુ કરી રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે તાપ્સી પન્નુ અને દલજીત એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહની લાઇફ પર બની રહેલી આ ફિલ્મને લઇને તાપ્સી ભારે ખુશ છે. અમિતાભ બચ્ચન અભિનિત પિન્ક ફિલ્મમાં કામ કર્યા બાદ તાપ્સીની બોલબાલા વધી છે. તે નામ શાબાના નામની ફિલ્મમાં પણ યાદગાર ભૂમિકા અદા કરી ગઇ હતી. સંદીપ સિંહની લાઇફ પર બની રહેલી ફિલ્મનુ નિર્દેશન શાદ અલી કરનાર છે. આ ફિલ્મમાં બે હોકી ખેલાડીઓની પ્રેમ કથા દર્શાવવામાં આવનાર છે.
ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. આના માટે પહેલા દલજીત અને તાપ્સીને હોકીની કઠોર ટ્રેનિંગ મારફતે પસાર થવાની ફરજ પડી હતી. તાપ્સી હાલમાં પોતાની ફિલ્મ જુડવા-૨ ફિલ્મમાં નજરે પડી હતી. દલજી સોનાક્ષીની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. દલજીતે ફિલ્મના સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરી નથી. બીજ બાજુ તાપ્સી હાલમાં અભિષેક બચ્ચનની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે. સ્ટાર તાપ્સી બોલિવુડની અભિનેત્રી જેક્લીનથી ખુબ પ્રભાવિત રહી છે.

Related posts

तापसी शेरनी हैं : दीया

aapnugujarat

અંકિતા લોખંડેએ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપનો કર્યો ખુલાસો

editor

સિદ્ધાર્થ અને જેક્લીનની ફિલ્મ રોમાંસથી ભરપુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1