Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

હાફીઝ સઇદ દ્વારા પીઓકેમાં ટેરર ફંડિગ માટે ડોનેશન કેમ્પ

ભારત અને અમેરિકાના દબાણને પગલે પાકિસ્તાને ભલે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદ વિરુદ્ઘધ કાર્યવાહી કરવાનો ડોળ કર્યો હતો, પરંતુ તેના લોકો પાકિસ્તાન તેમજ પીઓકેમાં ખુલ્લેઆમ ટેરર ફંડિંગ મેળવવા માટે ડોનેશન કેમ્પ ચલાવી રહ્યા છે. પાકિસ્તાને હાફિઝની ધરપકડ કરી છે.
મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનું સંગઠન જમાત-ઉદ-દાવાની પાંખ ફલહ-એ-ઈન્સાનિયતે તાજેતરમાં પાકિસ્તાન તાબાના કાશ્મીરમાં ખુલ્લેઆમ આતંકી પ્રવૃતિ માટે ભંડોળ મેળવવા કેમ્પનું આયોજન કર્યું હતું. ટેરર ફંડ એકત્રિત કરવા માટેના કેમ્પમાં જે બેનર લગાવાયા હતા તેમાં હાફિઝ સઈદની તસવીર જોવા મળતી હતી અને તેના પર પીડિત કાશ્મીરીઓને તમારી મદદની જરૂર છે તેવું લખ્યું હતું.
કેટલાક બેનરો પર હાફિઝ ઉપરાંત સૈયદ અલી શાહ ગિલાની, આસિયા અંદ્રાબી જેવા કાશ્મીરી અલગતાવાદીઓની પણ તસવીર જોવા મળતી હતી. પીઓકે અથવા પાકિસ્તાનમાં આ પ્રકારને ટેર ફંડ માટે કેમ્પનું આયોજન કરાયું હોય તેવું પ્રથમ વખત નથી બન્યું. માત્ર દેખાડા માટે જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઈન્સાનિયત બન્ને સંગઠનો પાકિસ્તાનની વૉચ લિસ્ટમાં છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પંજાબની સ્થાનિક સરકારે હાફિઝ સઈદ અને તેના ચાર સાથીઓને શાંતિ તેમજ સુરક્ષા માટે ખતરો હોવાનું માનીને હાઉસ એરેસ્ટ કર્યો હતો.૨૦૦૮ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદને ભારત અને અમેરિકા બન્ને ઝડપી લેવા ઈચ્છે છે. મુંબઈ આતંકી હુમલામાં ૧૬૬ લોકોનાં મોત થયા હતા. અમેરિકાએ હાફિઝ પર એક કરોડ અમેરિકન ડોલર અર્થાત આશરે ૬૬ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. હાફિઝ સઈદે લશ્કર-એ-તોઈબાના ફંડિંગ પર ગાળિય કસાતા તેનું નામ બદલીને જમાત-ઉદ-દાવા કરી નાખ્યું હતું. એલઈટી દ્વારા ૨૦૦૨માં ભારતીય સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતનું દબાણ વધતા પાકિસ્તાને એલઈટી પર પ્રતિબંધ લાદી દીધો હોવાનો દાવો કર્યો હતો. અમેરિકાએ પણ જમાત-ઉદ-દાવાને એલઈટીનું નામ બદલાયેલું સંગઠન ગણાવ્યું હતું.

Related posts

સોરાબુદ્દીન પ્રકરણમાં ૨૧ ડિસેમ્બરે ચુકાદો જાહેર થશે

aapnugujarat

અમેરિકી સૈન્યમાં હવે ટ્રાન્સજેન્ડર્સને એન્ટ્રી નહીં મળે

aapnugujarat

રાષ્ટ્રવ્યાપી હડતાળથી ઘણી જરૂરી સેવા ઠપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1