Aapnu Gujarat
ગુજરાત

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્ર રાજ્યમાં વરસાદની આપત્તિને પહોંચી વળવા સજ્જ : વિજય રૂપાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ અંગે સુરતમાં જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર અને રાજ્ય જિલ્લા વહીવટી તંત્રો વરસાદની આ આપત્તિને પહોંચી વળવા સજ્જ છે. ભારે વરસાદથી જે વિસ્તારોમાં નુકસાન થયું છે, તેની સમીક્ષા કરીને રાજ્ય સરકાર નિયમાનુસારની સહાય અંગે યોગ્ય નિર્ણયો કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કલેક્ટર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓની રજા રદ્દ કરી તેમને ફરજ પર હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદને લઇ એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલા જિલ્લામાં ભારે વરસાદથી ચાર જળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે જયારે અન્ય ચાર જળાશયોમાં એલર્ટ જાહેર થયા છે રાજયના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૪ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૪૯૮૬.૩૭ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૫.૦૨ મીટરની સપાટીએ પહોંચ્યો છે. જયારે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમી-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ-૦૪ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, મોરબી જિલ્લાના મચ્છ-ર અને ડેમી-ર એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ જળાશય માટે ચેતવણી આપવામાં આવી છે.

Related posts

અમદાવાદમાં નિવૃત્ત બેંક અધિકારીઓની બેઠક મળી

aapnugujarat

ન્યુઝપ્રિન્ટ પર જીએસટી : સરકારની ૭૫૫ કરોડની આવક માટે ૧.૫ લાખ પરિવારોનું ૧૮૦૦ કરોડનું નુકશાન..?

aapnugujarat

ખેડૂતવિરોધી કોંગ્રેસને ગુજરાતના વિકાસની કે ખેડૂતહિતની વાત કરવાનો લેશમાત્ર અધિકાર નથી : જીતુભાઇ વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1