Aapnu Gujarat
રમતગમત

૧-૦થી ચિલીની પછાડી જર્મનીએ કન્ફરડેશ કપ જીત્યો

વિશ્વ ચેમ્પિયન જર્મનીએ પ્રતિષ્ઠિત કન્ફડરેશન કપ ફુટબોલ ચેમ્પિયનશીપ જીતી લેવામાં સફળતા મેળવી છે. રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે રમાયેલી કન્ફડરેશન કપની ફાઇનલ મેચમાં જર્મનીએ ચીલી પર ૧-૦થી જીત મેળવી હતી. આની સાથે જ જર્મનીએ કન્ફડરેશન કપ પ્રથમ વખત જીતી જવામાં સફળતા મેળવી હતી. વર્તમાન વિશ્વ ચેમ્પિયન ટીમ તરફથી પ્રથમ હાફમાં એક ગોલ કરવામાં આવ્યા બાદ છેલ્લે સુધી આ લીડ રહી હતી.  બન્ને ટીંમોએ એકબીજાની છાવણીમાં કેટલાક જોરદાર હુમલા કર્યા હતા પરંતુ ગોલ કરવામાં સફળતા મળી ન હતી. શરૂઆતમાં જર્મનીના ખેલાડી દ્વારા કરવામાં આવેલી ભુલોનો લાભ લેવામા ચીલીના ખેલાડીઓને સફળતા મળી ન હતી.  જર્મની તરફથી સ્ટીન્ડલે ગોલ કરવામાં સફળતા મેળવી હતી. ચીલીને કેટલીક સુવર્ણ તક મળી હતી. વિડલને એક સુવર્ણ તક મળી હતી. જર્મનીની ટોપ સ્ટાર ટીમને આ કપમાં ઉતારવામાં આવી ન હતી, જર્મનીની આ સી ટીમ તરીકે ગણવામાં આવી રહી હતી. કારણ કે સ્ટાર ખેલાડી આવ્યા ન હતા. જોકે આ ફાઇનલ મેચ સાથે સાબિતી મળી ગઇ છે કે વર્લ્ડકપમાં આ બે ટીમો પ્રબળ દાવેદાર તો રહેશે જ. ચીલીની ટીમ આ વખતે સતત ત્રણ આંતરરાષ્ટ્રીય ફાઇનલમાં પહોંચી છે. જ્યારે જર્મનીના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓએ કન્ફડરેશન કપના ઇતિહાસમાં જોરદાર રીતે રમત રમી હતી. જર્મની તરફથી લાર્સ સ્ટીન્ડલે ૨૦મી મિનિટમાં ગોલ કર્યો હતો. રશિયાના કઝાન એરેના ખાતે ૪૦૮૫૫ ફુટબોલ ચાહકો વચ્ચે રમાયેલી કન્ફડરેશન કપ ફુટબોલની પ્રથમ સેમીફાઇનલ મેચમાં ચીલીએ પોર્ટુગલ પર પેનલ્ટી શુટ આઉટમાં ૩-૦થી જીત મેળવીને ફાઇનલમાં આગેકુચ કરી લીધી હતી. આ મેચમાં હિરોની ભૂમિકા ચીલીના ગોલકિપર ક્લાઉડિયો બ્રાવોએ અદા કરી હતી. બ્રાવોએ ત્રણ સ્ટોક કિક બચાવી લેવામાં સફળતા મેળવી હતી.ચીલીની ટીમ સતત ત્રીજી વખત આંતરરાષ્ટ્રીય ફાઇનલમાં પહોંચી હતી. તે પહેલા તે કોપા અમેરિકા કપમાં વિજેતા બની હતી. જ્યારે રશિયાના સોંચી ખાતે ૩૭૯૨૩ ફુટબોલ ચાહકો વચ્ચે રમાયેલી કન્ફડરેશન કપ ફુટબોલની બીજી સેમીફાઇનલ મેચમાં જર્મનીએ મેક્સિકો પર ૪-૧થી જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી.ગ્રુપ મેચમાં બન્ને ટીમો સામ સામે આવી હતી. જે મેચ ડ્રો રહી હતી. કન્ફડરેશન કપના ઇતિહાસમાં જર્મની અને ચીલી ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. ગ્રુપ તબક્કામાં તેમની વચ્ચેની મેચ ડ્રો રહી હતી. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો બ્રાઝિલે સૌથી વધારે ચાર વખત આ ટ્રોફી જીતી છે. ફ્રાન્સે બે વખત આ ટ્રોફી જીતી છે. આર્જેન્ટિના, મેક્સકો અને ડેનમાર્કે એક એક વખત ટ્રોફી જીતી છે. હવે એક વખત ટ્રોફી જીતનાર ટીમમાં જર્મનીની ટીમ પણ સામેલ થઇ ગઇ છે. કન્ફડરેશન કપની મેચો ચાર જુદા જુદા મેદાનો ઉપર રમાઇ હતી. જે ચાર શહેરોમાં મેચો રમાઇ હતી તેમાં સેન્ટ પિટર્સબર્ગ, મોસ્કો, કઝાન , સોચીનો સમાવેશ થાય છે. બ્રાઝિલ આશ્ચર્યજનકરીતે આ વખતે ક્વૉલિફાઈડ થયું ન હતું. ૨૦૦૫, ૨૦૦૯ અને ૨૦૧૩માં કન્ફડરેશન કપ જીતનાર બ્રાઝિલ આ વખતે મેદાનમાં ઉતર્યુ ન હતુ. ૧૯૯૫ બાદ પ્રથમ વાર બ્રાઝિલની ટીમ ક્વાલીફાઈડ કરી શકી ન હતી.જર્મનીની ટીમને પહેલાથી જ ફેવરીટ ગણવામાં આવી રહી હતી. જો કે કેટલાક ફુટબોલ ચાહકો માની રહ્યા હતા કે થોમસ મુલર સહિતના જર્મનીના અડધાથી વધારે સ્ટાર ખેલાડી આમાં રમી રહ્યા ન હતા જેથી તેમના પર દાવ રમી રહ્યા ન હતા.

Related posts

रोहित पर मत बनाओ कोई दबाव, बस उन्हें खेलने दो : कोहली

aapnugujarat

ભુવનેશ્વર-બૂમરાહ વિના પણ ભારતનું બોલિંગ આક્રમણ મજબૂત : ઝહીર ખાન

aapnugujarat

इंग्लैंड से भारत की हार पर बौखलाया पाकिस्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1