Aapnu Gujarat
રમતગમત

ચોથી વન-ડેમાં વિન્ડીઝની ભારત પર ૧૧ રને જીત

સર વિવિયન રિચર્ડ્‌સ મેદાન ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝે ભારત પર ૧૧ રને જીત મેળવી હતી. જીતવા માટેના ૧૯૦ રનના લક્ષ્યાકનો પીછો કરવામાં પણ ભારતીય ટીમ સફળ રહી ન હતી. ટીમ ઇન્ડિયાની ટીમ ૧૭૮ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ચોથી વનડે મેચમાં હાર થઇ હોવા છતાં ભારતીય ટીમ શ્રેણીમાં ૨-૧ની લીડ ધરાવે છે. આવી સ્થિતીમાં હવે પાંચમી અને અંતિમ વનડે મેચ નિર્ણાયક સાબિત થઇ શકે છે. ભારતીય ટીમ તરફથી સૌથી વધારે રન ઓપનિંગ બેટ્‌સમેન રહાણેએ ૬૦ રન બનાવ્યાહતા. જ્યારે ધોનીએ ૫૪ રન કર્યા હતા. બાકીના તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. વિન્ડીઝના બોલરોએ અન્ય કોઇ બેટ્‌સમેનને મેદાનમાં ટકવાની તક આપી ન હતી. વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર જેન હોલ્ડરે જોરદાર તરખાટ મચાવીને પાંચ વિકેટ ઝપી હતી. હોલ્ડરે ૯.૪ ઓવરમાં ૨૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ અગાઉ વિન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેના બેટ્‌સમેનો ભારતીય બોલરોની શાનદાર બોલિંગ સામે ટકી શક્યા ન હતા. યજમાન ટીમ ૫૦ અવર રમ્યા બાદ નવ વિકેટ ગુમાવીને ૧૮૯ રન બનાવી શકી હતી. વિન્ડીઝની શરૂઆત ખુબ ધીમી રહી હતી. તેના પ્રથમ ૫૦ રન બનવામાં ૧૫ ઓવર થઇ ગયા હતા. વર્ષ ૨૦૧૫ બાદ પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા મોહમ્મદ સામીએ શાનદાર બોલિંગ કરી હતી. સામીએ ૧૦ ઓવરમાં ૩૩ રન આપ્યા હતા. વિન્ડીઝની તુલનામાં ભારતીય બેટ્‌સમેનો વધારે ફ્લોપ રહ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીનો વિન્ડીઝના પ્રવાસમાં ખરાબ ફોર્મ જારી રહ્યો છે. તે ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. મેન ઓફ ધ મેચ તરીકે હોલ્ડરની પસંદગી કરવામાં આવી હતી. આ મેચમા ંજીત મેળવી લીધા બાદ વિન્ડીઝના બેટ્‌સમેનોનો આત્મવિશ્વાસ વધ્યો છે.

Related posts

रोहित शर्मा ने पास किया फिटनेस टेस्ट

editor

BCCI ने सालाना बैठक में लिया बड़ा फैसला, IPL में 8 की बजाय खेलेंगी 10 टीमें

editor

આજથી યુ.એસ.ઓપનની ધમાકેદાર શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1