Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રાસવાદીઓને કચડી નાંખવા મોદી સરકારનો પ્લાન તૈયાર

હિંસાગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદને કચડી નાંખવા અને બીજી વખતથી સ્થિતિ સામાન્ય કરવા માટે કેન્દ્રની મોદી સરકારે કમર કસી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ બાદ સુરક્ષા દળોએ ત્રાસવાદીઓની સામે આક્રમક જંગ છેડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત દક્ષિણ કાશ્મીરમાં સક્રિય લશ્કરે તોઇબા અને હિઝબુલ જેવા સંગઠનોમાં જવાના પ્રયાસ કરી રહેલા લોકોને રોકવા માટે પણ મોટાપાયે પ્રયાસ કરવામાં આવશે. જાણવા મળ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે સુરક્ષા સંસ્થાઓને કહ્યું છે કે, તેઓ ત્રાસવાદીઓને મળી રહેલા સ્થાનિક જનસમર્થનને પહોંચી વળવા માટે આક્રમક રણનીતિ અપનાવે. અત્રે નોંધનીય છે કે, હાલના સમયમાં ત્રાસવાદીઓની સામે સુરક્ષા દળોના એન્કાઉન્ટરમાં સ્થાનિક લોકો તરફથી અડચણો ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ લોકો સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરી રહ્યા છે. જેના કારણે ત્રાસવાદીઓને બચીને નિકળી જવાની તક મળી રહી છે. સ્થાનિક લોકો ત્રાસવાદીઓને આશ્રય આપવાની સાથે સાથે અન્ય રીતે પણ મદદ કરી રહ્યા છે જેના કારણે કેન્દ્રીય ગૃહમંત્રાલય ચિંતાતુર છે. કેન્દ્ર સરકારના નવેસરના કઠોર વલણનો મામલો તે સમયે સપાટી ઉપર આવ્યો છે જ્યારે હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, સરકાર પાસે કાશ્મીરના મુદ્દાના સ્થાનિક નિકાલ માટે આક્રમક રણનીતિ બનાવવામાં આવી છે. આતંકવાદને પહોંચી વળવા માટે હવે કેન્દ્ર સરકારે ત્રણ સુત્રીય નીતિ અપનાવી છે જેમાં ત્રાસવાદીઓની સામે જોરદાર અભિયાન, લેખકો અને પત્રકારો ઉપર અંકુશ અને અલગતાવાદીઓ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે. ટોપ સુત્રોના કહેવા મુજબ કેન્દ્ર સરકાર ગવર્નર એનએન વોરાને કહી શકે છે કે, તે ત્રાસવાદીઓની સામે અભિયાનને સીધીરીતે નજર રાખીને આગળ વધારે આ ઉપરાંત સુરક્ષા સંસ્થાઓની પણ જાણકારી આપવામાં આવી રહી છે. ત્રાસવાદીઓની સામે એન્કાઉન્ટર છેડવામાં આવે તો આ અંગેની માહિતી આપવી પડશે. મુખ્યમંત્રીની પાસે જ રાજ્યના ગૃહ વિભાગનો હવાલો છે. આ ઉપરાંત સુરક્ષા સંસ્થાના યુનિફાઇડ હેડક્વાર્ટરના વડા પણ છે. સેનાએ અનંતનાગ, પુલવામા, કુલગામ જેવા દક્ષિણ કાશ્મીરના જિલ્લાઓમાં ત્રાસવાદીઓની સામે ઓપરેશન ક્લિનઅપ છેડી દેવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષા સંસ્થાઓએ એવા લેખકો અને પત્રકારોની ઓળખ પણ કરી લીધી છે જે પોતાના લેખ મારફતે ખીણમાં હિંસા ભડકાવવાનું કામ કરે છે. તેમને હવાલા ચેનલ મારફતે પૈસા મળે છે. તેમાં નિવૃત્ત જજ, પૂર્વ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સામેલ છે. સીઆઈડીની સ્પેશિયલ બ્રાંચે એવા ૨૦ લોકોની લિસ્ટ તૈયાર કરી લીધી છે જેમાં હાઈકોર્ટના પૂર્વ જજ પણ સામેલ છે. ઇન્ટેલીજન્સ એજન્સીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના જનાઝામાં આવી રહેલી ભીડને લઇને પણ પરેશાન છે. બીજી બાજુ આતંકવાદીઓ સાથે જોડાયેલા લોકો યુવાનોને યુનિફોર્મ સિવિલ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને માહિતી મેળવી રહ્યા છે. રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મિડિયાના ખોટા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે. હાલમાં અલગતાવાદી લીડરો સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.

Related posts

મને કાર્યક્રમોમાં આમંત્રણ આપનારા હિન્દુઓ ઘટી ગયા છે : ગુલામનબી આઝાદ

aapnugujarat

લગ્ન બાદ UK લઈ જવાના સપના દેખડનાર નકલી NRIએ યુવતી સાથે કરી નાંખ્યો મોટો દાવ

aapnugujarat

શક્તિશાળી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસનું પરીક્ષણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1