Aapnu Gujarat
રાષ્ટ્રીય

લગ્ન બાદ UK લઈ જવાના સપના દેખડનાર નકલી NRIએ યુવતી સાથે કરી નાંખ્યો મોટો દાવ

દિલ્હીમાં રહેતી એક 36 વર્ષીય મહિલા મેટ્રોમોનિયલ સાઈટ પર પરમજીતસિંહ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. આ પરમજીતસિંહ પોતે UKમાં રહેતો હોવાની જાણકારી મહિલાને આપી હતી. ત્યારબાદ મહિલા અને પરમજીતસિંહ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. વાતચીત દરમિયાન મહિલાને પરમજીતસિંહ પર વિશ્વાસ આવી ગયો હતો અને બંને લગ્ન કરવા માટે પણ સહમત થયા હતા. લગ્ન કરવા માટે પરમજીતસિંહ દિલ્હી પણ આવવાનો હતો. દિલ્હી આવવાની તેને ટિકિટ પણ બુક કરાવી દીધી હતી અને તેને પોતાની ટિકિટનો ફોટો પણ આ મહિલાને મોકલ્યો હતો જેથી મહિલાને પણ પરમજીત પર વિશ્વાસ આવ્યો હતો. જે દિવસે પરમજીત દિલ્હી આવવાનો હતો તે દિવસે મહિલાને પરમજીતે ફોન કર્યો હતો અને કહ્યુ હતુ કે, તેને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા રોકવામાં આવ્યો છે અને કસ્ટમ વિભાગના અધિકારીઓ તેની પાસેથી 15.59 લાખ રૂપિયા માંગે છે. પરમજીતે કસ્ટમ અધિકારીની પણ મહિલા સાથે વાત કરાવી હતી. જેથી દિલ્હીની આ મહિલાએ જેમ તેમ કરીને 15.59 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જેવા પૈસા ટ્રાન્સફર થયા ત્યારબાદ પરમજીતનો ફોન બંધ થઈ ગયો હતો અને પરમજીત સાથે કોઈપણ પ્રકારે સંપર્ક થઈ રહ્યો ન હતો. મહિલાને પોતાની સાથે સાયબર ફ્રોડ થયુ હોવાનુ જાણવા મળ્યુ હતુ , જેથી મહિલાએ આ ફ્રોડ અંગે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પરમજીતસિંહની ઓળખ આપનાર આ વ્યક્તિએ મહિલાને જણાવ્યુ હતુ કે, પોતે UKમાં રહે છે અને બ્રિટનમાં પ્રસિદ્ધ ડૉક્ટર છે. જો તમે મારી સાથે લગ્ન કરશો તો તમારુ જીવન ખૂબ સુખમય પસાર થશે. હું તમારી ન માત્ર પ્રાથમિક જરૂરિયાત પૂરી કરીશ પણ બ્રિટનમાં તમને ભવ્ય જીવન પણ આપીશ.

પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યુ હતુ કે, કેટલાક નાઈઝીરિયન વિદ્યાર્થીઓ આ સમગ્ર સાયબર ફ્રોડની ઘટનામાં સામેલ છે. ઘણી મહિલાઓ સાથે આ રીતે ફ્રોડ થયા છે. આ નાઈઝીરિયન વિદ્યાર્થીઓ મેટ્રોમોનિઅલ સાઈટ પર પોતાનો આંતરરાષ્ટ્રીય રોમિંગ નંબર રાખે છે અને પોતે UKના રહેવાસી હોવાનું નાટક કરે છે. પરંતુ આ નાઈઝીરિયન વિદ્યાર્થીઓ દિલ્હી અને દેશના અન્ય શહેરોમાં રહીને આ પ્રકારની છેતરપિંડી કરતા હોય છે. મહિલાએ પોલીસને જણાવ્યુ હતુ કે, પરમજીતે તેને પોતાનું UKનું ઘર પણ વીડિયો કોલમાં બતાવ્યુ હતુ. જોકે અન્ય કેસમાં આ આરોપીઓ માત્ર ફોટા જ મોકલતા હોય છે.પોલીસે આ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આ આરોપીને ઝડપી પાડવામાં આવશે તેવો વિશ્વાસ પોલીસ દ્વારા મહિલાને આપવામાં આવ્યો હતો.

Related posts

કાશ્મીરમાં બેટ અને સ્નાઇપર હુમલા કરવાની પાક.ની તૈયારી

aapnugujarat

तीन साल बाद भी कायम है मोदी लहरः सर्वे

aapnugujarat

गो एयर 1220 रु. में करेंगे पटना से रांची की सैर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1