Aapnu Gujarat
શિક્ષણ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હિન્‍દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ એસોસીએશનને માન્‍યતા

રાજ્યમાં માનવતા, દેશ અને સર્વધર્મના ત્રણ મુખ્‍ય લક્ષ્ય માટે સ્થાપવામાં આવેલ હિન્‍દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ એસોસીએશનને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માન્‍યતા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશને સારા નાગરિક મળી રહે તે હેતુથી કાર્યરત આ એસોસીએશનમાં ગુજરાતમાં હાલમાં હિન્‍દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના ૧૪,૦૦૦ સભ્‍યો દેશ સેવા સાથે જોડાયેલા છે. ઉપરાંત દેશના ૧૯ રાજ્યોના ૧૭૨ જિલ્‍લાઓમાં રાષ્ટ્રીય સ્‍તરે ૭ લાખ જેટલા સભ્‍યો સક્રિયરૂપે કાર્ય કરી રહ્યા છે. આ એસોસીએશન દ્વારા સ્વચ્છતા અભિયાન, ઇન્દ્રધનુષ, જળ સંચય અને વૃક્ષારોપણ જેવી સમાજ-દેશહિતની પ્રવૃતિ પણ કરવામાં આવે છે. આ સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓને જોડાવા અધિક પોલીસ મહાનિદેશક સ્ટેટ ચીફ કમિશનર (ગુજરાત) અને નેશનલ કમિશનર શ્રી અનિલ પ્રથમની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

નાની કુકડી પ્રાથમિક શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ

aapnugujarat

પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજીત ૧૨માં તેજસ્વી તારલા સત્કાર સમારંભ યોજાયો

aapnugujarat

લઘુત્તમ સીઆરએસ સ્કોર ઘટાડતાં કેનેડા જવાનું હવે વધુ સરળ બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1