Aapnu Gujarat
શિક્ષણ

લઘુત્તમ સીઆરએસ સ્કોર ઘટાડતાં કેનેડા જવાનું હવે વધુ સરળ બનશે

કેનેડા જવા માટે કેનેડા એક્સપ્રેસ એન્ટ્રીને સૌથી સરળ અને અસરકારક રસ્તો માનવામાં આવે છે. તેના માટે અરજકર્તાએ એક સીઆરએસ સ્કોર મેળવવો પડે છે. આ સ્કોર માટેના નિયમોમાં ફેરફાર થયા છે અને તેના કારણે કેનેડા જવાનું કામ વધારે સરળ બનશે તેમ માનવામાં આવે છે. આઈઆરસીસીની વેબસાઈટ પર લઘુતમ સીઆરએસ સ્કોરનો આંકડો બદલવામાં આવ્યો છે. બીજા બધા પ્રોગ્રામ ડ્રોની સરખામણીમાં હજુ પણ આ સ્કોર ઉંચો છે. છતાં ૬ જુલાઈથી આવા ડ્રો શરૂ થયા ત્યાર બાદ આ સૌથી નીચો આંકડો છે. કેનેડાની ઇકોનોમી ખુલી ગયા પછી અહીં કામદારોની ખાસ જરૂર છે અને તે મુજબ વધુ લોકોને કેનેડા પીઆર (પર્મેનન્ટ રેસિડન્સી) આપવા માટે સરકારે યોજના બનાવી છે. એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ કેનેડા આવી શકતા લોકોની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવશે.
૧૪ સપ્ટેમ્બરે કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રીના ઉમેદવારોને આમંત્રિત કર્યા છે. તે પ્રમાણે લઘુતમ સીઆરએસ (કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટ) સ્કોર ૫૧૧થી ઘટાડીને ૫૧૦ કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ થયો કે જે લોકોએ ઓછામાં ઓછા ૫૧૦નો સીઆરએસ સ્કોર કર્યો હશે તેમને કેનેડિયન પર્મેનન્ટ રેસિડન્સી માટે અરજી કરવા આમંત્રણ (આઈટીએ) આપવામાં આવશે. જોકે, આ સ્કોર પણ બીજા પ્રોગ્રામ ડ્રોની તુલનામાં ઘણો ઉંચો છે. આઈઆરસીસીની વેબસાઈટ પર આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે.
દરમિયાન કેનેડાના ઈમિગ્રેશન મંત્રી સિન ફ્રેઝરે કહ્યું છે કે ૨૦૨૨માં કેનેડા ૪.૩૦ લાખથી વધારે લોકોને પીઆર આપશે. ૧૪ સપ્ટેમ્બરે કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રીનો છઠ્ઠો ડ્રો કર્યો હતો, જેમાં ૩૨૫૦ લોકોને એક્સપ્રેસ એન્ટ્રી વિઝા માટે અરજી કરવા આમંત્રણ આપ્યું છે. કેનેડાએ આ વર્ષે ૬ જુલાઈથી ઇમિગ્રેશન માટે ઓલ-પ્રોગ્રામ ડ્રો શરૂ કર્યો છે. આઈઆરસીસીએ ૧૮ મહિના કરતા વધુ સમયથી ઓલ-પ્રોગ્રામ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો અટકાવી દીધો હતો. આ ગાળામાં માત્ર સીઈસી અથવા પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (પીએનપી) હેઠળ જ પર્મેનન્ટ રેસિડન્સ માટે અરજીઓને આમંત્રિત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૨૧માં સીઈસી ડ્રો પણ અટકાવી દેવાયા હતા.

તાજેતરના ડ્રોમાં કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (સીઈસી) અને ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ (એફએસડબલ્યુપી) માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. દરેક ડ્રોમાં ઉમેદવારોની સંખ્યા ૨૫૦ સુધી વધારવામાં આવે છે. ગયા અઠવાડિયે આઈટીએ હેઠળ ઉમેદવારોની સંખ્યામાં ૫૦૦નો વધારો કરવામાં આવ્યો હતો.

Related posts

આવતીકાલે ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ગણિત અને ધો. ૧૦માં એસએસનું પેપર રહેશે

aapnugujarat

પાણીબાર સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્ટેશનરીનુંં વિતરણ

editor

कक्षा-१० में ३०६ विद्यार्थियों के मार्क में बदलाव किया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1