Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદી અરબમાં સોના અને તાંબાનો નવો ભંડાર મળ્યો

સાઉદી અરબમાં સોના અને તાંબાનો નવો ભંડાર મળ્યો છે. આ વાત સાઉદી અરબ સરકારને ખૂબ જ ખુશ કરનારી છે, કારણ કે સોનાનો નવો ભંડાર મળવાના કારણે ઈન્ટરનેશનલ અને દેશના સ્થાનિક રોકાણકારો વધુ આકર્ષિત થશે. જેથી માઈનિંગ સેક્ટરમાં વધુ રોકાણની આશા રહેશે. સાઉદી અરબના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે સોના અને તાંબાની નવી ખાણો મળવા અંગેની જાહેરાત કરી છે. સાઉદી અરબના જે સ્થળોમાં સોનાની ખાણો મળી છે, તેમાં મંદીનાના અલ-રાહા, ઉમ્મ અલ-બરાક શીલ્ડ, હિજાજની સીમાઓનો સમાવેશ થાય છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર સાઉદી અરબમાં સોના અને તાબાની નવી ખાણો મળવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો આકર્ષિત થશે તેવી આશા છે. આ નવા ભંડારના કારણે ચાર હજાર નવી નોકરીઓ સર્જાવાની શક્યતા છે. સાઉદી અરબમાં થયેલી નવી શોધ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે સાઉદીમાં ખનન માટે નવી તકો સર્જાશે. આ સિવાય આ ક્ષેત્રમાં રોકાણની પણ વધુ તકો સર્જાશે. સોના અને તાંબાના નવા ભંડારોની શોધ સાઉદી સરકારના માઈનિંગ સેક્ટરને મજબૂત કરશે. જે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન ૨૦૩૦ માટે એક સહારો બનશે. સ્મ્જીનું આ વિઝન વર્ષ ૨૦૩૦ સુધીમાં સાઉદી અરબની આર્થિક નિર્ભરતાને ક્રુડ પરથી હટાવીને અલગ-અલગ ચીજો પર સ્થાપિત કરવા પર ભાર મુકવાનું છે. જુલાઈ મહિનામાં સાઉદી સરકારમાં ઈન્ડસ્ટ્રી એન્ડ મિનિરલ રિસોર્સ મિનિસ્ટર ખાલિદ અલ મુદેફેરે કહ્યું હતું કે ગત વર્ષે સાઉદી અરબમાં માત્ર ખનન ઉદ્યોગમાં જ ૮ બિલિયન ડોલરનું વિદેશી રોકાણ થયું હતું. મંત્રીના જણાવ્યા અનુસાર માઈનિંગ માટે રોકાણને પ્રોત્સાહિત કરનારો કાયદો પસાર થયા પછી વિદેશી રોકાણમાં વધારો જોવા મળ્યો છે.

Related posts

મુંબઈ અટેકમાં પાકિસ્તાનના ત્રાસવાદીઓનો હાથ : શરીફ

aapnugujarat

हांगकांग मामलों में विदेशी दखलंदाजी बर्दाश्त नहीं : चीन

aapnugujarat

पनामागेट मामले में नवाज शरीफ दोषी करारः पीएम पद छोड़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1