Aapnu Gujarat
ગુજરાત

ગાડુ ગામના દલિત પરિવારોએ હકની જમીન મેળવવા ખેડબ્રહ્મા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યુ

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ ગાડુ ગામ પંચાયતની હદમાં સર્વે નંબર ૭૮ અને ૭૯ ની જમીન ગામતળની જમીન આવેલ છે આ જમીન વર્ષ ૧૯૮૧માં સાબરકાંઠા જીલ્લા કલેકટર દ્વારા ધરોઈ જલાગાર યોજનામાં અસરગ્રસ્ત પરિવારોને પ્લોટ ફાળવવા માટનો હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ તંત્રની બેદરકારીના કારણે હાલ તો આ પરિવાર ૧૨ વર્ષથી સાબરકાંઠા જીલ્લાની સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. હાલની પરિસ્થિતિમાં સર્વે નંબર ૭૯માં શ્રી ખેડબ્રહ્મા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા આ જગ્યા પર પ્રજાપતિ સમાજની ગેરકાયદેસર રીતે વાડી બનાવી પાકુ બાંધકામ કરી દબાણ કરી દેવામાં આવ્યું છે અને બીજી બાજુ વાત કરીએ તો સર્વે નંબર ૭૯માં શ્રી નાકોદ મારવાડા નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવી દેવામાં આવ્યું છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની જમીન રેગ્યુલાઇઝ કરવા માટે સાબરકાંઠા જિલ્લા કલેકટર તેમજ સરકારશ્રી સુધી લેખિત રજૂઆત કરેલ હતી પરંતુ વર્ષ ૨૦૧૫માં સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્વારા આ જમીન ગામતળ પૈકીની હોવાથી આપી શકાય તેમ ના હોય સાબરકાંઠા કલેકટર તેમજ સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા કરેલ માંગણીને મટકા નામંજૂર કરી હતી ત્યારે બીજી તરફ સર્વે નંબર ૭૮માં પ્રજાપતિ સમાજ વાડી તેમજ વાડીની બાજુમાં આવેલ અન્ય પાંચ જમીન માલિકો દ્વારા દલિત સમાજના ભાઈઓની જમીનમાં ગેરકાયદેસર રીતે ભોગવટો કરી સરકારશ્રીના નિયમો વિરુદ્ધ દબાણ કરેલ છે.
આ તમામ બાબત તંત્રની નજર સમક્ષ થયેલ હોવા છતાં તંત્રની સ્થિતિ જેસે થી એસે ની સ્થિતિ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવા તસ્દી લેતા નથી. ધરોઈ જલાગાર યોજનાના અસરગ્રસ્ત પરિવારો પોતાની જમીનના ન્યાય માટે વર્ષ ૨૦૧૨થી એટલે કે છેલ્લા આઠેક વર્ષથી સરકારી ઓફિસોમાં ધક્કા ખાય છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા બેદરકારી દાખવી અરજદારોને ધક્કે ચઢાવ્યા છે. ધરોઈ જલાગાર યોજનાના અસરગ્રસ્ત દલિત પરિવારો દ્વારા વારંવાર સાબરકાંઠા જિલ્લા કલેકટર, નાયબ કલેકટર ખેડબ્રહ્મા, મામલતદાર ખેડબ્રહ્માને રજૂઆત કરતા આખરે ડીસ્ટ્રીક લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ ૦૫/૦૨/૨૦૨૦ના રોજ નાયબ કલેકટર ખેડબ્રહ્મા, તલાટી સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં સર્વે નંબર ૭૮ અને ૭૯ ગામતળની જમીનમાં નિશાની અને માર્કિંગ કરી કાર્યવાહી પૂર્ણ કરી હતી છતાં પણ આજ દિન સુધી દલિત પરિવાર ન્યાય માટે વંચિત રહ્યો છે. ધરોઈ જલાગાર યોજનાના અસરગ્રસ્ત દલિત પરિવારો દ્વારા વારંવાર તંત્રને પોતાના ન્યાય માટે માંગણી કરતા છેવટે તારીખ ૨૫/૦૭/૨૦૧૭ના રોજ ખેડબ્રહ્મા મામલતદાર દ્વારા ખેડબ્રહ્મા તાલુકા વિકાસ અધિકારીને દબાણ દૂર કરવા લેખિત જાણ કરેલ હતી પરંતુ ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવા તૈયારી બતાવતા નથી.
બીજી બાજુ વાત કરીએ તો વારંવાર અરજદારોની લેખિત ફરિયાદને ધ્યાને લેતા ખેડબ્રહ્મા નાયબ કલેકટર દ્વારા તારીખ ૧૦/૦૭/૨૦૧૮ના રોજ દબાણ દૂર કરી અસરગ્રસ્તોને પ્લોટ ફાળવવા માટે લેખિત જાણ તાલુકા વિકાસ અધિકારી ખેડબ્રહ્માને કરેલ હતી તેમ છતાં પણ ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના અધિકારીઓ આ બાબતને ગંભીર લઈ યોગ્ય કાર્યવાહી ના કરતા દલિત સમાજના પરિવારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ પ્રકારની બેદરકારીના કારણે અનેક પ્રકારના તાલુકા પંચાયત ખેડબ્રહ્માના અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા નાયબ કલેકટર તેમજ ખેડબ્રહ્મા મામલતદારના આ નિર્ણયથી ગાડુ ગામ પંચાયત દ્વારા તારીખ ૧૦/૧૨/૨૦૨૦ ના રોજ સર્વે નંબર ૭૮ અને ૭૯માં દબાણ દૂર કરવા માટે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં પોલીસ બંદોબસ્ત માટે તારીખ ૧૫/૧૨/૨૦૨૦ના દિવસે દબાણ દૂર કરવાનો નિર્ણય તો કર્યો પણ આ દિવસે સ્થળ પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં ત્યારે ગાડુ ગામ પંચાયતના નિર્ણયને તાત્કાલિક ધોરણે મૌકુફ રખાતા ગામ પંચાયતના અધિકારીઓ ઉપર અનેક પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યાં હતાં. નાયબ કલેક્ટર અને મામલતદાર દ્વારા કરેલા નિર્ણયો ઘોળીને પી જતા ભ્રષ્ટાચારી તાલુકા પંચાયતના અધિકારીઓ અને ગામ પંચાયતના અધિકારીઓ પ્રજાને કયા પ્રકારના ન્યાય આપશે. વધુમાં અરજદારોએ જણાવ્યું હતું કે દબાણકર્તાઓ આર્થિક રીતે મજબૂત હોય અને રાજકીય કાવતરું કરી રહ્યા છે જેથી હજુ સુધી દલિત પરિવારો ન્યાય માટે વંચિત રહ્યા છીએ. આ તમામ સમસ્યાઓને લઈ દલિત સમાજના યુવાનો તેમજ આગેવાનો સોશિયલ ડીસ્ટન્ટ તેમજ માસ્ક સાથે ખેડબ્રહ્મા નાયબ કલેકટર, ખેડબ્રહ્મા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દિન-૩માં અરજદારની માંગણી સંતોષવામાં નહીં આવે તો ૫૦ કરતાં પણ વધારે દલિત પરિવારો રસ્તા રોકો આંદોલન કરી સરકારી કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. લોકશાહી અને ભારતના સંવિધાનમાં દરેકને સમાન ન્યાય તો શું પોતાના ન્યાય માટે છેલ્લાં ઘણાં વર્ષોથી લડત આપતા આ દલિત પરિવારોને ન્યાય મળશે કે પછી સરકારી કચેરીઓના ધક્કા જ ખાવામાં સમય વેડફાશે તે જોવું રહ્યું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

Gujarat govt extends all existing policies and incentives to December 31, 2020

editor

મેટ્રો પ્રોજેકટ માટે નવજીવન પ્રેસ પાસે ૪૦૦ વૃક્ષો કપાયા

aapnugujarat

વેરાવળમાં ખારવા સમાજ દ્વારા રામાપીર બાપાની શોભાયાત્રા નીકાળાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1