Aapnu Gujarat
ગુજરાત

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાટણ સરસ્વતી ડેમ છલોછલ

પાટણ શહેર સહિત જિલ્લાના તાલુકાઓમાં મેઘરાજાએ મનમુકીને વરસી પડતા છેલ્લા ર૪ કલાર દરમ્યાન ચાર ઈંચથી દસ ઈંચનો વરસાદ નોંધાયો છે. ચોમાસા દરમ્યાન સર્જાતી પરિસ્થિતિ પહેલા સરકારી તંત્ર પ્રિમૌન્સુન પ્લાન બનાવે છે. પરંતું જિલ્લાના તાલુકાઓમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રિમૌન્સુન પ્લાનની કોઈપણ કામગીરી થઈ ન હોવાનું આક્ષેપ સ્થાનીકોએ કર્યો છે.
રાધનપુર અને સાંતલપુરના અનેક વિસ્તારોના રહેણાંક મકાનોમાં પાણી ઘુસી જતા પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાટણની સુકી સરસ્વતી નદી ચારે કાંઠે થઈ જતા વ્યવસ્થાના ભાગરૃપે વહીવટી તંત્રને ડેમના પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી છે. ૧૪૦૦૦ ક્યુસેક પાણીની આવકની સામે તંત્ર દ્વારા લેવલ મેન્ટેઈન કરીને ૧૬૦૦ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સરસ્વતી ડેમમાં પાણી આવ્યાના સમાચારને પગલે સરસ્વતી ડેમનો નજારો જોવા માટે નગરજનો ઉમટી પડયા હતા. તંત્ર દ્વારા નદી કાંઠાના નજીકના ગામડાઓને સાયરન વગાડીને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે. તદ્‌ઉપરાંત જિલ્લા કલેક્ટરે પણ સરસ્વતી ડેમ ખાતે આવી પહોંચી ઉપરવાસમાંથી આવતા પાણી અને ડેમના પાણીની સપાટી અંગેની જાણકારી અધિકારીઓ પાસેથી મેળવી હતી.પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મનમુકીને વરસતા સમગ્ર જિલ્લાવાસીઓમાં અને જગતના તાત એવા ખેડૂતમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મેઘરાજા કોઈ જગ્યાએ ઝરમર રૃપે તો કોઈ રૃપે મૂશળધાર રૃપે વરસતા કેટલાક તાલુકાઓમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં મનમુકીને મેઘરાજા સતત વરસાદ વરસતા પાણીની રેલમ છેલ થઈ જવા પામી છે.

Related posts

માંગરોળ : રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત થયેલા ઉષાબેનના હસ્તે મહિલા સ્વ સહાય બચત જૂથોનું સન્માન કરવામાં આવ્યું

aapnugujarat

વિરમગામ તાલુકાની આશા બહેનોએ પ્રોત્સાહક રકમમાં ૫૦ ટકા વધારાના સરકારના નિર્ણયને વધાવ્યો

aapnugujarat

વયોવૃદ્ધ પટેલને લાફો મારનાર રાવળનું નામ ફરી ચર્ચામાં રહ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1