Aapnu Gujarat
ગુજરાત

વડોદરાના લાપત્તા વિદ્યાર્થીની દેણા પાસે મળી લાશ

વડોદરાની અંબે વિદ્યાલયના લાપત્તા વિદ્યાર્થીની દેણા પાસેથી લાશ મળી આવી હોવાની ઘટના આજે બની હતી. વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયના ધોરણ ૧૦માં મૃતક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. બુધવારે સાંજે મિત્રોની સાથે લગ્ન પ્રસંગે જવા માટે નિકળ્યો હતો. જે મોડી રાત સુધી પરત ન ફરતાં તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં ગુરુવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવાઇ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો તથા કપુરાઇ ગામ પાસે રાજનગર સોસાયટી ખાતે રહેતો વિદ્યાર્થી અંકિત વિશાલભાઇ પ્રજાપતિ (ઉં.૧૬) બુધવારે સાંજે સાડા સાત વાગે તેના મિત્રોની સાથે તેના ઘેરથી નિકળ્યો હતો. લગ્ન પ્રસંગે જવા માટે તેના મિત્રો કાર લઇને અંકિતના ઘરે લેવા માટે આવ્યા હતા.
અંકિતને તેના મિત્રને સોનાની ચેઇન આપવાની હોવાથી તેની માતા પાસેથી સોનાની ચેઇન સાથે લઇને મિત્રોની સાથે કારમાં ગયો હતો. મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.ગુરુવારે સવારે દેણા ગામ પાસે સ્થાનિકો લોકોએ એક લાશ જોતાં પોલીસને જાણ કરી હતી. જે અંગેની જાણ થતાં જ પોલીસ અને એફએસએલ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
આ ઉપરાંત પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. લાશ પાસેથી મળી આવેલ મોબાઇલ નંબર અને ફોટોના આધારે લાપત્તા અંકિતની જ લાશ હોવાનું અનુમાન કરીને પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે જાણ કરતાં અંકિતનાં પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ લાશ ઓળખી બતાવતાં પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.મૃતક અંકિતના કાકા રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલા છે. તેની હત્યા થઈ હોવાનું અમારું માનવું છે. પોલીસે તપાસ કરીને તેના હત્યારાઓને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવાની અમારી માગણી છે. અંકિતના પરિવારમાં માતા-પિતા ઉપરાંત તેનો નાનો ભાઇ પ્રિન્સ છે. આ ઉપરાંત મોટી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા મિસ્ત્રીનું કામ કરે છે.

Related posts

સરખેજ સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનનો સપાટો ફાયર : સફ્ટી વિના ૧૦થી વધુ ઓઇલ ગોડાઉન સીલ કરાયા

aapnugujarat

વસ્ત્રાલમાં રીક્ષાચાલકે મિત્રની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યુ

aapnugujarat

રખડતાં ઢોરને કાબૂમાં લેવા હજુ પણ કડક પગલાં ભરો : હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1