Aapnu Gujarat
ગુજરાત

રખડતાં ઢોરને કાબૂમાં લેવા હજુ પણ કડક પગલાં ભરો : હાઈકોર્ટ

ઢોરનો ત્રાસ દૂર કરવા ગુજરાત હાઈકોર્ટે તંત્રને ૭ દિવસનો સમય આપ્યો હતો. આ ૭ દિવસનો સમય પૂર્ણ થતા આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. અગાઉ સુનાવણીમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. તો સાથે જ ઢોરનો ત્રાસ દૂર કરવા કોર્ટે કેટલાક નિર્દેશ કર્યા હતા.
૭ દિવસ ૨૪ કલાક ઢોર પાર્ટીને કામગીરી કરવા સૂચના આપી હતી. ગત સુનાવણીમાં ઢોર પકડવા જતા કર્મચારીઓ પર થતા હુમલાથી રક્ષણ આપવા કડક કલમ હેઠળ કાર્યવાહી કરવા પોલીસને નિર્દેશ આપ્યા હતા. ત્યારે તંત્રએ આ સાત દિવસમાં શું કામગીરી કરી તે અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી. એડવોકેટ્‌સ એસોસિએશન (પક્ષકાર) તરફથી કોર્ટને રજૂઆત કરાઈ હતી. આજે હાઇકોર્ટે આજે પૂછ્યુ હતું કે, કોર્ટના આદેશ બાદ શું પરિસ્થિતિ છે? એડવોકેટ એસોસિયેશને સમસ્યા જેમની તેમ હોવાનું કોર્ટને જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે, છદ્બષ્ઠ અને તંત્ર કાર્ય તો કરી રહ્યું છે, પરંતુ હજુ પણ રખડતાં ઢોરને કારણે અકસ્માતો ચાલુ હોવાની માહિતી કોર્ટને અપાઈ.
હાઈકોર્ટે ૧૨ સપ્ટેમ્બર સુધી એડવોકેટ એસોસિએશનને એફિડેવિટ રજૂ કરવા સમય આપ્યો છે. રખડતાં ઢોર મામલે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં લેવાયેલા કડક પગલાંથી પણ કોર્ટને અવગત કર્યા. રખડતાં ઢોરનાં મલિકોને ઓળખી તેમની સામે પાસાં જેવી કલમો લગાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવું અરજદારે કહ્યું. ઢોરના હુમલામાં ઘવાયેલા ઘાયલોને પશુઓના માલિકો વળતર ચૂકવે. રખડતા ઢોર મુકતા માલિકોની ઓળખ કરવામાં આવે.
અરજદારે કોર્ટને જાણ કરી કે કાયદો લાવ્યા બાદ કેટલાક લોકોએ રેલીઓ યોજી આ કાયદાનો વિરોધ કર્યો હતો. શહેરની સીમા મામલે પણ અરજદારે કોર્ટને અવગત કર્યા. શહેરની આસપાસના ગામોને શહેરમાં સમાવી લેવામાં આવે છે, પરંતુ ત્યાંના પશુઓ અને અન્ય મામલો માટે વિચારવાની જરૂર કરતા. સમાવેલ ગામોનાં પશુઓને અનેક તકલીફનો સામનો પડતો હોવાની માહિતી કોર્ટને અપાઈ. ત્યારે એક ચોક્કસ એક્શન પ્લાન મામલે પણ સોગંદનામુ રજૂ કરવા અમદાવાદ પોલીસ કમિશનરને હાઇકોર્ટે આદેશ કર્યો. સાથે જ હાઇકોર્ટે સરકાર અને અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ કર્યો કે, છસ્ઝ્ર નાં કર્મચારીઓ પર હુમલા અંગે સોગંદનામુ રજૂ કરાય. અસામાજિક તત્વો સામે લીધેલા પગલાંની તમામ માહિતી સાથે સોગંદનામુ રજૂ કરવા આદેશ કરાયો. તેમજ રખડતાં ઢોરને કાબૂમાં લેવા હજુ પણ કડક પગલાં ભરવા અને હુમલાની ઘટનાઓ ઘટાડવા દરેક પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ વધારવા પણ કોર્ટનો આદેશ કર્યો. હાઈકોર્ટે કહ્યું કે, આગામી સુનાવણી સુધી કડકમાં કડક પગલાં લેવામાં આવે. રાજ્યની સ્થિતિ માટે પોલીસ વડાને સૂચના આપો. તમામઁ અને સંબધિત અધિકારીઓ સાથે તાત્કાલિક મીટીંગ યોજો. છસ્ઝ્ર આ અંગે લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન પ્લાન રજૂ કરે. તમામ ૮ મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓને પણ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરે. રાજ્ય સરકારને પણ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન રિપોર્ટ તૈયાર કરો. સાથે જ કોર્ટે કહ્યું કે, હવે તો હદ થઈ ગઈ છે. સરકાર તમામ એ લોકો સામે પગલાં ભરે કે જેમને કોર્ટનાં આદેશનો અનાદર કર્યો છે અથવા કરે છે અને સમાજમાં અશાંતિ ફેલાવી કાયદો હાથમાં લે છે.

Related posts

HSRP લગાવવા માટેની મુદત હવે ૩૧ ડિસેમ્બર

aapnugujarat

રથયાત્રા પહેલા જ આતંકી હુમલાની ભીતિ સેવાઈ રહી છે

aapnugujarat

ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ લાખ હેક્ટર જેટલો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1