Aapnu Gujarat
ગુજરાત

ટેક્નોલોજી આધારિત મુલ્યાંકન કરનારૂં ગુજરાત એકમાત્ર રાજ્ય : CM

દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ એટલે શિક્ષક દિન. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે શિક્ષક દિન નિમિતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સંબોધન કરી સાંપ્રત સમયમાં શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
શિક્ષક દિન નિમિતે ઝ્રસ્ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ જ સર્વે સમસ્યાનું સમાધાન છે. શિક્ષણના અભાવે અને અણસમજણના પાપે પ્રશ્નો ઉદભવે છે. જેથી જયા શિક્ષણનું પ્રમાણ વધારે છે ત્યાં કોઈ પ્રકારની સ્મસ્યા ઘર કરતી નથી તે વાતથી સૌ લોકો વાકેફ છે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે ટેકનોલોજી આધારિત મુલ્યાંકન કરનારૂં ગુજરાત સમગ્ર દેશમાં એકમાત્ર રાજ્ય બન્યું છે અને આ નામાંકનના આધારે આજે શિક્ષણ પ્રત્યે દરેક લોકોની ઋચી વધી છે. રાજ્ય શિક્ષણ વ્યવસ્થાએ વાલીઓના દિલ અને વિશ્વાસ બંને જીત્યા હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. પહોંચ્યો હોવાનો પણ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો.આ ઉપરાતં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શિક્ષક દિવસ નિમિતે રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

CM વિજય રૂપાણી વતનમા જન્મદિનની ઉજવણી કરશે

editor

અમદાવાદના કુબેરનગર ક્રોસિંગ પાસેથી તસ્કરો એટીએમ મશીન ચોરી ગયા

aapnugujarat

મુખ્યમંત્રી શ્રીના હસ્તે બાળ સેવા સહાય યોજનાનું ઓનલાઇન લોન્ચિંગ

editor

Leave a Comment

UA-96247877-1