Aapnu Gujarat
રાષ્ટ્રીય

જીએસટી અસર : શરાબની કિંમતમાં છ ટકા સુધી ઘટાડો

જીએસટી વ્યવસ્થા દેશભરમાં આજે અમલી બનાવવામાં આવી ચુકી છે. નવી વ્યવસ્થાના કારણે કેટલીક ચીજવસ્તુઓ અને સર્વિસ મોંઘી પણ બની છે ત્યારે શરાબના શૌખીન લોકો માટે સારા સમાચાર છે. કારણ કે સર્વિસ ટેક્સ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ બાર અને રેસ્ટોરન્ટમાં શરાબની કિંમતમાં છ ટકાનો ઘટાડો થઇ ગયો છે. શરાબ પર છ ટકા સર્વિસ ટેક્સની વ્યવસ્થા હજુ સુધી હતી. સર્વિસ ટેક્સ પરત ખેંચી લેવામાં આવતા રાહત થઇ છે. શરાબની કિંમતોમાં ઘટાડો થયા બાદ ચિત્ર બદલાઇ જાય તેમ માનવામાં આવે છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓ સસ્તી થશે. મોટાભાગના રેસ્ટોરેન્ટમાં શરાબને લઇને હાલમાં ચર્ચા ચાલી રહી હતી. નવી ટેક્સ વ્યવસ્થા અમલી બનાવી દેવામાં આવ્યા બાદ શરાબની કિંમતોમાં ઘટાડો થયો છે. અલબત્ત આ ઘટાડો નજીવો રહેશે. પરંતુ મોટાભાગના રેસ્ટોરન્ટ લોકોને લાભ આપવા માટે તૈયાર છે. શરાબની કિંમતને લઇને હાલમાં ટેક્સ નિષ્ણાતોમાં પણ ચર્ચા ચાલી રહી હતી. જીએસટી વ્યવસ્થા અમલી બની ગયા બાદ હવે કઈ સર્વિસ ઉપર કેટલી અસર થશે તેની ચર્ચા જોવા મળી રહી છે. સર્વિસ ટેક્સ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ શરાબની કિંમતમાં ૧૨ અને રેસ્ટોરન્ટમાં ઘટાડો થશે. આ ઉપરાંત એરકન્ડીશન રેસ્ટોરેન્ટમાં ભોજન કરવાની બાબત સસ્તી પુરવાર થશે. કારણ કે, એરકન્ડીશન રેસ્ટોરેન્ટમાં ભોજન પર ટેક્સ ૨૦.૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે જ્યારે નોન એરકન્ડીશન રેસ્ટોરેન્ટમાં ફૂડ અને ડ્રીંક્સ ઉપર ટેક્સ ૧૨ ટકા રહેશે. હજુ સુધી ટેક્સ ૧૪.૫ ટકા વેટ અને છ ટકા સર્વિસ ટેક્સના રીતે લેવામાં આવી રહ્યા હતા જેથી આ ચીજ ખર્ચાળ પુરવાર થઇ રહી હતી. હવે ઘટાડો થશે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુખર્જીએ શુક્રવારે રાત્રે ૧૨ વાગે જીએસટી વ્યવસ્થાને અમલી બનાવી દીધી હતી જેથી હવે તમામ પ્રકારના બિલમાં જીએસટી લખીને આવશે.

Related posts

डोकलाम विवाद असरः दिवाली पर चीनी सामान की मांग कम

aapnugujarat

अनंत सिंह पर UAPA एक्ट के तहत होगी कार्रवाई

aapnugujarat

ISROએ 36 સેટેલાઈટ લઈ જતું LVM3 રોકેટ કર્યું લોન્ચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1