Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં જૂન મહિનામાં ચાર ટકા વધારે વરસાદ નોંધાયો

મોનસુન દેશભરમાં સક્રિય છે ત્યારે મોનસુન સિઝનના પ્રથમ મહિનામાં એટલે કે જૂન મહિનામાં ચાર ટકા વધારે વરસાદ નોંધાયો છે. પૂર્વીય ભારતને બાદ કરતા તમામ જગ્યાઓએ સારો વરસાદ થયો છે. આઈએમડીના કહેવા મુજબ જૂન મહિનામાં ૧૭૦.૨ મીમી વરસાદ થયો છે. દિવસના ૩૬ પૈકી ૨૯ સબડિવિઝનમાં સામાન્ય અથવા વધારે વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ પૂર્વીય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં નોંધાયો છે. આઈએમડીના વૈજ્ઞાનિક ડી શિવાનંદનું કહેવું છે કે, આગામી થોડાક દિવસોમાં મોનસુનનું વલણ હિમાલયની ખીણથી ઉત્તર તરફ રહેશે. આનાથી એવા સ્થાનો ઉપર વધારે વરસાદ થશે જ્યાં હજુ સુધી ઓછો વરસાદ થયો છે. મધ્ય અને દક્ષિણ ભારતમાં ક્રમશઃ ૮ અને પાંચ ટકા વધારે વરસાદ નોંધાયો છે. જો કે, સૌથી હેરાન કરી દેનાર બાબત ઉત્તર પશ્ચિમની છે જ્યાં બાવન ટકા વધારે વરસાદ નોંધાયો છે. માત્ર પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ થયો છે. અહીં હજુ સુધી વરસાદમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. સામાન્ય વરસાદથી વધુ વરસાદ થઇ રહ્યો છે. પૂર્વોત્તરમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વધારે વરસાદ થયો છે. જૂન મહિનામાં મોનસુનનો વરસાદ ખરીફ પાક માટે ખુબ સારો રહે છે. આઈએમડીએ જુલાઈ મહિનામાં ૯૬ ટકા વરસાદની શક્યતા દર્શાવી છે જે સામાન્ય છે. વરસાદ સારો પડવાની શક્યતા એટલા માટે છે કે, મોનસુનના બીજા હાફમાં શરૂ થનાર અલનીનોનો ખતરો ઓછો દેખાઈ રહ્યો છે. દેશના અન્ય ભાગોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉલ્લેખનીય વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. આગામી દિવસોમાં વરસાદના આંકડા ઉપર તમામની નજર રહેશે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં પણ હાલમાં નોંધપાત્ર વરસાદ થઇ રહ્યો છે જેના લીધે ખેડૂત સમુદાય ભારે ખુશખુશાલ છે. આઈએમડીના કહેવા મુજબ વરસાદી માહોલ હાલ અકબંધ રહેશે.

Related posts

Prez Ram Nath Kovind can visit Kargil on July 26

aapnugujarat

બંગાળમાં ભાજપ આવશે તો ટીએમસી ગુંડાઓ સામે આફત પ્રતિબંધ હોવા છતાં : યોગી સાહસથી પુરુલિયા રેલીમાં પહોંચ્યા

aapnugujarat

सिफारिशी नामों को नहीं मिली पद्म पुरस्कार की लिस्ट में जगह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1