Aapnu Gujarat
રમતગમત

ભારતનો વેસ્ટઈન્ડિઝ સામે ત્રીજી વન-ડેમાં ૯૩ રને વિજય : ધોની મેન ઓફ ધ મેચ

ભારતીય ટીમે યજમાન વેસ્ટઈન્ડિઝને ત્રીજી વન-ડેમાં ૯૩ રને હરાવી સિરીઝમાં પર એકતરફી જીત કાયમ રાખી છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૫૨ રન ફટકાર્યા હતાં જેનો પીછો કરતાં વિન્ડીઝ ટીમ માત્ર ૧૫૮ રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. આ મેચમાં શરૂઆતથી જ ભારતીય પ્લેયર્સનો દબદબો રહ્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સિરીઝમાં ૨-૦થી આગળ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા માટે ખુશીના સમાચાર એ છે કે, ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ ફિનિશર અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ફોર્મમાં પરત ફર્યો છે અને તેણે શાનદાર ૭૮ રન ફટકાર્યા હતાં. ધોનીએ તેની આ ઈનિંગ્સમાં ચાર ફોર અને બે સિકસર ફટકારી હતી. ધોનીએ કારકિર્દીની ૬૩મી અર્ધસદી ફટકારી હતી અને વિન્ડીઝ ટીમ વિરુદ્ધ છઠ્ઠી અર્ધસદી હતી. ધોનીએ માત્ર ૬૬ બોલમાં ૫૦ રન કર્યા હતાં. માહીએ કેદાર જાધવ સાથે મળીને પાંચમી વિકેટ માટે ૮૧ રનની ભાગીદારી નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મેચ દરમિયાન ૧૫મો રન બનાવતા જ ભારત તરફથી વન ડેમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો બેટ્‌સમેન પણ બની ગયો હતો, તેને અઝહર (૯૩૭૮ રન)ને પાછળ છોડ્યો હતો. હવે વન ડે કારકિર્દીમાં ધોનીના ૯૪૪૨ રન થઇ ગયા છે. – આ મેચમાં ૨ સિક્સર ફટકારતા જ ઇન્ટરનેશનલ કારકિર્દીમાં તેની ૩૨૨ સિક્સ થઇ ગઇ છે. જે બાદ ત્રણેય ફોર્મેટમાં મળીને સૌથી વધુ સિક્સર ફટકારવા મામલે હવે તે પાંચમા નંબર પર આવી ગયો છે. આ મામલે ટોપ પર શાહિદ આફ્રિદી છે જેના નામે ૪૭૬ સિક્સ છે.
ભારતીય ટીમે આપેલાં ૨૫૨ રનનો પીછો કરતાં યજમાન વિન્ડીઝ ટીમ માત્ર ૧૫૮ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આર. અશ્વિને ૧૦ ઓવરમાં ૨૮ રન આપી ત્રણ, કુલદીપ યાદવે ૧૦ ઓવરમાં ૪૧ રન આપી ત્રણ વિકેટ ઝડપી વિન્ડીઝ ટીમની કમર તોડી નાંખી હતી તો બીજીબાજુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ૬ ઓવરમાં ૩૨ રન આપી બે વિકેટ ઝડપી હતી. કેદાર જાધવે તેનાં સ્પેલનાં પહેલાં જ બોલે વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે ૭ ઓવર ફેંકી ૧ વિકેટ ઝડપી હતી.

 

Related posts

भारतीय महिला हाकी टीम ने जापान को हराकर जीता खिताब

aapnugujarat

ફેન્સની માંગણી : શાસ્ત્રીને કાઢી દ્રવિડને કોચ બનાવો

aapnugujarat

ઝુલન ગોસ્વામી ૬૦૦ વિકેટ પૂરી કરનારા વિશ્વના પ્રથમ મહિલા બોલર

editor

Leave a Comment

UA-96247877-1