Aapnu Gujarat
બિઝનેસ

કોર્પોરેટ બોન્ડ માર્કેટ માટે માર્ગ મોકળો કરવા સે.બી. અને આર.બી.આઈને એસોચેમ દ્વારા ભલામણ

એસોચેમ દ્વારા તાજેતરમાં “ બોન્ડીંગ વીથ બોન્ડ ” નામક અભ્યાસ હાથ ધરાયેલ હતો. આ રીસર્ચ પેપર શ્રી ડી. એસ. રાવત, સેક્રેટરી જનરલ, એસોચેમ, કું. નવીતા યાદવ, ચેરમેન એસોચેમ નેશનલ કાઉન્સીલ, સંજીવ કુમાર, કો-ચેરમેન, એસોચેમ નેશનલ કાઉન્સીલ, બોન્ડ માર્કેટ અને કું. ભાગ્યેશ સોનેજી, ચેરપર્સન, એસોચેમ ગુજરાત કાઉન્સીલના હસ્તે એસોચેમ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં રીલીઝ કરાયેલ છે.યુ.એસ. ડોલરનો ભાવ વધતા ફોરેન ઈન્વેન્ટરોએ ભારતીય ડેબ્ટ માર્કેટમાં પીછે હઠ કરી છે. એસોચેમ અભ્યાસ થકી ભારતીય રીઝર્વ બેન્ક (આર.બી.આઈ) અને સીક્યોરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા (સે.બી.)ને ડીમોનેટાઈઝેશન પછી ઘરેલુ રોકાણકારોને બેન્ક થકી ડેબ્ટ માર્કેટમાં આકર્ષવાના પ્રયાસ કરવા જોઈએ એવી ભલામણ કરાઈ છે.અભ્યાસ પેપર રીલીઝ કરતા રાવતે જણાવ્યુકે બોન્ડ માર્કેટ સાથે રોકાણકારોના ઉત્સાહ જળવાઈ રેહવો જોઈએ અને ડીપોઝીટના વ્યાજ દર ઘટવા છતાં પણ રોકાણકારોને બોન્ડ માર્કેટમાંથી ફાયદો થવો જોઈએ.અભ્યાસમાં અવલોકન કરાયેલ કે, નાણાંકીય વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી ઈસ્યુઅન્સ વધતા ગયા અને ત્યાર બાદ ઘટાડો જોવાયેલ છે. ઈસ્યુઅન્સમાં નાણાંકીય વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૭ સુધી ૧૫.૮ ટકાના સી.એ.જી.આર સાથે વધેલ છે. પબ્લીક અને પ્રાઈવેટ ઈસ્યુઅન્સ જોતા પ્રાઈવેટની હિસ્સેદારી ૯૦ ટકા જેટલી રહી છે. પબ્લીક ઈસ્યુઅન્સ અને પ્રાઈવેટ ઈસ્યુઅન્સ ક્રમશઃ ૨૦.૯ ટકા અને ૧૯.૬ ટકાના સી.એ.જી.આર સાથે વધેલ છે.ખાનગી અને પબ્લીક ઈસ્યુઅન્સમાં ઘણી વધધટ જોવા મળી છે. વર્ષ ૨૦૧૨ પબ્લીક ઈસ્યુઅન્સ રૂ. ૯૪૫૧ કરોડથી વધી રૂ. ૩૫,૬૧૧ કરોડ જેટલો થયેલ છે, જયારે વર્ષ ૨૦૧૩માં ૫૨ ટકા જેટલો ઘટેલ હતો. જયારે વર્ષ ૨૦૧૪માં ત્રણગણો વધારો જોવા મળેલ. વર્ષ ૨૦૧૫માં ખાસ ચમક જોવા મળી ન હોતી થોડુ વધીને રૂ. ૩૩,૮૧૨ કરોડ જેટલો થયેલ છે. પબ્લીક ઈસ્યુઅન્સ વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૧૭માં ૧૨.૬ જેટલો ઘટીને રૂ.૨૯,૫૪૭ કરોડ હતો.

Related posts

ખામીવાળા એન્જિન સાથેનાં વિમાનોની સેવા તરત બંધ કરવા ઈન્ડિગો અને ગો એરને ડીજીસીએનો આદેશ

aapnugujarat

યુપી ઇન્વેસ્ટર્સ સમિટ : અંબાણી, અદાણી, બિરલાએ તિજોરી ખોલી

aapnugujarat

જીએસટી રિફંડના રૂ. ૧૨,૭૦૦ કરોડના દાવા મંજૂર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1