Aapnu Gujarat
બિઝનેસ

જીએસટી રિફંડના રૂ. ૧૨,૭૦૦ કરોડના દાવા મંજૂર કરાયા

સરકારે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સના પેન્ડિંગ રિફંડના દાવાઓ ઉકેલવા માટે રૂ. ૧૨,૭૦૦ કરોડ મંજૂર કર્યા છે. જીએસટીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે નિકાસકારોના મોટા ભાગના રિફંડ દાવાઓની પતાવટ કરાઇ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ દ્વારા ૧પ માર્ચથી ૩૧ માર્ચ સુધી ગુજરાત સહિત દેશભરમાં આવેલ એક્સાઇઝ એન્ડ કસ્ટમની ઓફિસમાં ખાસ રિફંડ સુવિધા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિકાસકારો દ્વારા રિફંડના દાવા માટે ભરવામાં આવેલા ફોર્મમાં કરેલી ભૂલોને સુધારવામાં અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી હતી.૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ સુધી સીબીઇસી પાસે રૂ. ૮૬૦૦ કરોડના આઇજીએસટી રિફંડના દાવાઓ પેન્ડિંગમાં હતા, જેમાંથી ૭૭૦૦ કરોડ રૂપિયાના રિફંડના દાવાને અત્યાર સુધીમાં મંજૂરી આપવામાં આવી છે. જીએસટીના અધિકારીના જણાવ્યા પ્રમાણે એવા નિકાસકારો કે જેમના ઇનપુટ ટેક્સ રિફંડના દાવાઓ પેન્ડિંગ હતા. ફેબ્રુઆરીના અંત સુધી કુલ રૂ. ૬૯૦૦ કરોડના રિફંડના આ પ્રકારના દાવાઓ પેન્ડિંગ હતા, જેમાંથી રૂ. પાંચ હજાર કરોડના દાવાને મંજૂર કરવામાં આવ્યા છે.સીબીઇસીએ રૂ. ૭૭૦૦ કરોડના આઇજીએસટી અને રૂ. ૫૦૦૦ કરોડના ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડના દાવાને મંજૂર કર્યા છે એટલું જ નહીં, એક યા બીજા ટેક્‌નિકલ કારણસર રૂ. ૨૮૦૦ કરોડના રિફંડના દાવાઓ હજુ પેન્ડિંગ છે, જેને આગામી દિવસોમાં મંજૂરી આપવામાં આવશે.રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના એપ્રિલ-મે-જૂનના સમયગાળામાં વેટના કાયદા હેઠળ શહેરના અમદાવાદ ડિવિઝન-૧માં ૧૭૯.૧૦ કરોડના રિફંડની ચુકવણી કરી હતી, જ્યારે જુલાઇથી ફેબ્રુઆરી સુધીના સમય દરમિયાન જીએસટી કાયદા અંતર્ગત ડિવિઝન-૧માં રૂ.૧૮૧ કરોડના રિફંડની ચુકવણી કરાઇ હતી. આમ, અમદાવાદ ડિવિઝને વર્ષ ૨૦૧૭-૧૮ના સમયગાળા દરમિયાન કુલ ૩૬૦ કરોડથી વધુના રિફંડની ચુકવણી કરી છે.

Related posts

બજેટમાં નાના કરદાતાને રાહત મળે તેવી શક્યતા

aapnugujarat

આઈપીએલ રસિયાઓ માટે જિયોએ લોન્ચ કરી ખાસ ઓફર

aapnugujarat

હવે વિમાન પ્રવાસ દરમિયાન મળશે ભારતી એરટેલની સ્પીડી ઈન્ટરનેટ સુવિધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1