Aapnu Gujarat
શિક્ષણ

રાજ્યમાં દિવાળી વેકેશન પછી બીજુ સત્ર ૧૫૦-૧૫૫ દિવસથી વધુ લાંબુ હોઈ શકે છે

સમગ્ર રાજ્યમાં હાલ દિવાળીના તહેવાર નિમિતે ૨૧ દિવસનુ દિવાળી વેકેશન શરુ થયુ છે. પહેલી વાર આ વખતે કોરોનામા વિદ્યાર્થીઓ વગર સ્કૂલો ચાલી અને ઓનલાઇન શિક્ષણ આપવામા આવ્યુ હતું. સ્કૂલોમા વર્ગખંડો અને શાળાના મેદાનો વિધ્યાર્થીઓ વિના સૂમસામ અને ખાલીખમ અને ભેકાર ભાસતા હતા. જોકી આ વર્ષે ગુજરાતના સ્કુલોમા બે અઠવાડીયા વહેલુ દિવાળી વેકેશન આપી દેવામા આવ્યુ છે. આ વખતે ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે. આમ કરવા પાછળનુ મુખ્ય કારણ એ જણાવાયુ છે કે, સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માંગે છે. બીજુ સત્ર ૧૫૦-૧૫૫ દિવસથી વધુ લાંબુ હશે, જેથી આગળના સત્રમા જે સમય વેડફાયો તેની ભરપાઇ કરી શકાય. ગુજરાત સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ. ૯-૧૨ ના વિધ્યાર્થીઓને બોલાવવામા આવી શકે છે.
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામા લેવાય છે. તે આવતા વર્ષે મે મહિનામા યોજાય તેવી શક્યતા છે. તેમ સુત્રોને કહેવુ છે. સુત્રએ વધુમા જણાવ્યા અનુસાર અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમા લેવાતી હતી ,તે જૂન ૨૦૨૧માં લેવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ, વિધ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે અને પરીક્ષા પણ ઓનલાઇન થાય છે. ૫૦ વર્ષમાં પહેલીવાર દિવાળી વેકેશન તહેવારોના બે અઠવાડીયા પહેલા શરુ થયુ છે. આ સુચવે છે કે દિવાળી પછી સ્કુલો ખુલી શકે છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંલગ્ન શાળાઓનુ શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમા વહેચાયેલુ હોય છે. પહેલુ સત્ર જૂન મહિનામા શરુ થાય છે.
અને ૧૦૫ દિવસનુ હોય છે. આ સત્ર ૨૧ દિવસના દિવાળી વેકેશન સાથે પુરુ થાય છે. સામાન્ય રીતે ૨૧ દિવસનુ વેકેશન દિવાળીના બે ત્રણ દિવસ પહેલા.. શરુ થાય છે. અને દેવદિવાળીની આસપાસ પુરુ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે દિવાળી વેકેશનની જે તારીખો જાહેર કરી છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે. કે તેમણે બીજુ સત્ર ૪૦ દિવસ જેટલુ લાંબુ રાખવાની યોજના બનાવી છે. શહેરી વિસ્તારોમા ઓનલાઇન કલાસ સરળતાથી ચાલતા હશે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમા કનેકિટવિટી સહિતની અન્ય સમસ્યા વિધ્યાર્થીઓને નડી રહી છે. તેથી દિવાળી વેકેશન પછી સ્કુલો ખુલી શકે છે.

Related posts

ભારતમાં ૭૪ ટકા બાળકો ટ્યૂશન જાય છે : સર્વે

aapnugujarat

ધો.૧૦માં થિયરી-પ્રેક્ટિલમાં ૩૩ માર્ક્સે પાસ ગણાશે

aapnugujarat

ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે : ચુડાસમા

editor

Leave a Comment

UA-96247877-1