Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાં જુની ચલણી નોટો સાથે બે શખ્સો ઝડપાયા

ભારત સરકાર દ્વારા ચલણમાંથી રદ કરેલી ચલણી નોટોની ચાલી રહેલી હેરાફેરીના કિસ્સા વધી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે સ્વીફટ કારમાં લઈ જવાતી ૧૬.૬૧ લાખની જુની રદ થયેલી ચલણી નોટો સાથે બે શક્સોને ઝડપી પાડ્યા હતા.ગોધરા શહેર બી ડીવીઝન પોલીસને એક સ્વીફ્ટ કારમાં ચલણમાંથી રદ્દ કરેલ જૂની ચલણી નોટો મોટી માત્રામાં હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે બી ડીવીઝન પોલીસ ટીમે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી.દરમિયાન બાતમીવાળી કાર આવતાં જ ઉભી રાખી તપાસ કરતાં કારમાંથી સરકારે ચલણમાં બંધ કરેલી રૂપિયા એક હજારના દરની ૫૬૧ અને રૂપિયા પાંચસોના દરની ૨૨૦૦ મળી કુલ ૧૬.૬૧ લાખની જૂની ચલણી નોટો મળી આવી હતી જેથી પોલીસે કારમાં સવાર ધનરાજ નરેન્દ્રસિંહ પરમાર અને કેતન સુખડીયા નામના શખ્સોની ધરપકડ કરી હતી.
હાલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જીલ્લામાં રદ થયેલી જુની નોટો પકડાવાનો બનાવ ફરી સામે આવ્યો છ ત્યારે આ વર્ષે ગોધરા તેમજ હાલોલમાં રદ થયેલી જુની નોટો પકડાવાની જે ઘટના બની છે જેમાં ૨૯ જુલાઈ,૨૦૨૦ના રોજ ગુજરાત એટીએસ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનને પાર પાડીને સાતપુલ વિસ્તારમાં આવેલી મહમંદી સોસાયટીમાં તપાસના આધારે ૪.૭૬ કરોડની કિંમતની રદ થયેલી ચલણી નોટો પકડી પાડી હતી. બે શખ્સો ઝુબૈર ઈદરીસ હયાત તેમજ ફારુક ઇશાક છોટાની ધરપકડ કરવામાં આવી હતી.
૧૩ ઓક્ટોબરે હાલોલ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર પાસે ઉભા રહેલા વડોદરાના બાપોદના રમેશ પરમાર નામના શખ્સને ગોધરા એસઓજી પોલીસે પકડી પાડ્યો હતો અને તેની તપાસમાં ૫૦૦-૧૦૦૦ની ૧ લાખ રૂપિયાની કિંમતની જુની રદ થયેલી નોટો પકડી પાડવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

BRTSમાં જૂના જનમિત્ર કાર્ડને બંધ કરી દેવાયા

aapnugujarat

એહમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડે તેવી વકી

aapnugujarat

રૂપાણી બાદ વિજીલન્સ કમિશને પણ કબૂલ્યુંઃ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સૌથી ભ્રષ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1