Aapnu Gujarat
ગુજરાત

કડી નગરપાલિકા દ્વારા રોડ ઉપર થિંગડા મરાયા

કડીના મોટાભાગના રોડ-રસ્તાઓ અતિ બિસમાર બની ગયા છે જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. તંત્ર આ વાત જાણે છે તેમ છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં નથી આવતા તો બીજીબાજુ જે રોડ રસ્તાઓ નવા બન્યા છે તેમાં પણ ખાડાઓ પડી ગયા છે.
તમામ રોડ રસ્તાઓના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે, જે રસ્તાઓને નવી બનાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે તે રસ્તાઓને વારંવાર ડામરના થિંગડા મારી દેવામાં આવે છે. કડીમાં આવેલા જાહેર માર્ગો ઉપર માત્ર થિંગડા મારવામાં આવ્યા, એ પણ હલકી ગુણવતાવાળા મટિરિયલમાં કડી તાલુકાના વડવાળા હનુમાનજી રોડ ઉપર થિંગડા મારવામાં આવ્યા.
કડીમાં અનેક વિસ્તારોમાં ઠેરઠેર રોડ નવો બનાવવાની લાંબા સમયથી માંગ ઉઠવા પામી છે પરંતુ દર વર્ષે ચોમાસામાં આ રોડ એટલી હદે ખરાબ થઈ જાય છે કે અહીં વાહન ચલાવવું પણ મુસીબત સમાન બની જાય છે અને તંત્ર દ્વારા રોડ નવો બનાવવાની જગ્યાએ માત્ર થિંગડા મારી દેવામાં આવે છે.
આ રોડની બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રોડ એટલી હદે ખરાબ થઈ ગયેલો છે કે લોકો અહીંથી પસાર થતા ડરે છે પરંતુ થિંગડામાં ડામર જેવું કઈ દેખાઈ આવતું નહતું માત્ર કપચી નાંખી દેવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે ત્યાં રોડ ઉપર તપાસ કરવામાં આવી તો તે થિંગડા માત્ર કપચીના જ હતા તેવું લાગ્યું હતું, જે થિંગડા માર્યા છે તે હાથથી પણ ઉખડી જતાં હતાં, માત્ર પાણી અને કાચો-પાકો સિમેન્ટ જેવું મટીરીયલ વાપરવામાં આવ્યું છે ત્યારે આ થિંગડા કેટલા સમય માટે રહેશે ? તે મોટો પ્રશ્ન છે કારણ કે જો હાથથી થિંગડા ઉખડી જતા હોય તો અને આ રોડ ઉપર મોટા અને ભારે વાહનોની પણ અવર-જવર વધારે હોય છે તો આવા રોડ ઉપરથી નીકળતા વાહનો ચાલશે તો તેની શું હાલત થશે ? માટે આ રોડ વહેલી તકે નવો બનાવવામાં આવે તો લોકો ને રાહત થશે. આ રોડ પર રાત દિવસ વાહનોની અવર જવર રહેતી હોય છે. જો આવી જ રીતે રોડ હલકી ગુણવત્તાવાળા મટીરીયલથી બનાવવામાં આવશે અને કોઈ અકસ્માત થશે તો તેના જવાબદાર કોણ ? હાલ લોકો આ રોડ નવો બને તેવી આશા રાખી બેઠા છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

પાવીજેતપુર પાણી પાણી

editor

અમુલે દૂધના ભાવમાં ઘટાડો કરતા પશુપાલકો ચિંતામાં

aapnugujarat

પાન-મસાલા ખાઇને ગ્રાહક થૂંકશે તો ગલ્લાવાળાને દંડ : સ્વચ્છતાને લઇ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કડક વલણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1