Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જિનપિંગે ચીનની મુસ્લિમ સ્કૂલોમાં અરબી વેશભૂષા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો

ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના નિશાને શિનઝિયાંગના ઉઇગરો બાદ હવે હેનાનના ઉત્સુલ મુસલમાન આવી ગયા છે. ધાર્મિક કટ્ટરતાને ખત્મ કરવાના નામ પર ચીન સરકારે ટિની મુસલમાન મહિલાઓના હિઝાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અહીં સ્કૂલો અને સરકારી કાર્યાલયોમાં મુસલમાન પુરુષોને પણ અજીબ વેશભૂષા પહેરીને આવવા પર પ્રતિબંધ છે. પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે તે મુસ્લિમોના ધાર્મિક રીતિ-રિવાજ અને અરબી પહેરવેશ પર સખ્ત પ્રતિબંધ લગાવે.
ઉત્સુલ મુસલમાન ચીનના લઘુમતી સમુદાયથી આવે છે. તેમની વસ્તી લગભગ ૧૦૦૦૦ની આસપાસ છે. આ લોકો મુસ્લિમ બહુમતીવાળા શિનજિયાંગથી લગભગ ૧૨૦૦૦ કિલોમીટર દૂર હેનાન પ્રાંતના એક નાના શહેર સાન્યામાં રહે છે. કૉમ્યુનિસ્ટ પાર્ટીના દસ્તાવેજોથી જાણવા મળે છે કે અધિકારીઓએ મુસ્લિમ વિસ્તારોમાં રહેવાસીઓને દેખરેખ વધારી દીધી છે. સાન્યામાં છોકરીઓના હિજાબ પહેરવા પર પ્રતિબંધ આ મહિનાની શરૂઆતમાં લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ સ્થાનિક લોકોએ ચીન સરકારના આ આદેશની વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યું હતુ.
ચીની સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરો અને વિડીયોમાં હિજાબ પહેરેલી છોકરીઓના એક ગ્રુપને તિયાન્યા ઉત્સુલ પ્રાથમિક સ્કૂલની બહાર સ્કૂલના પુસ્તકો વાંચતી જોવામાં આવી હતી. વિડીયોમાં એ પણ જોવા મળ્યું હતુ કે આ બાળકીઓની ચારેય બાજુ ભારે પોલીસ જવાનો તૈનાત કરી રખાયા હતા. ઉત્સુલના એક મુસલમાન કાર્યકર્તાએ સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે, સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મુસ્લિમ સ્કૂલોમાં પારંપારિક અરબી વેષભૂષાને ના પહેરી શકે. આ ઉપરાંત સ્થાનિક નાગરિકોને પણ સાર્વજનિક સ્થાનો અથવા ઘરેથી બહાર નીકળવા પર ધાર્મિક વેષભૂષા પહેરવા પર પ્રતિબંધ છે.

Related posts

चीन की भारत को चेतावनी

editor

मोगादिशु में बम विस्फोट, 90 से अधिक लोगों की मौत

aapnugujarat

વિદેશી જાસુસી એજન્સીએ સઇદને મોતને ઘાટ ઉતારવા આઠ કરોડની સોપારી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1