Aapnu Gujarat
ગુજરાત

પાસપોર્ટ વેરીફિકેશન ક્ષેત્રે ગુજરાતે કરેલી શ્રેષ્ડ કામગીરીને રાષ્ટ્રીયકક્ષાએ સન્માન મળ્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન તળે ગુજરાતે સિદ્ધિના નૂતન શિખરો હાસલ કર્યા છે. ગુજરાત પોલીસની ઇ-ગવર્નન્સની સજ્જતા અને સઘન પ્રયાસોના કારણે હવે પાસપોર્ટની અરજીની ખરાઇ માત્ર આઠ-દસ દિવસમાં સંપન્ન થાય છે. ગુજરાત પોલીસની આ સિદ્ધિની રાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાઇ છે. તા.૨૪-જૂન પાસપોર્ટ સેવા દિવસ પ્રસંગે કેન્દ્રના વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાત પોલીસે પાસપોર્ટ વેરીફિકેશન ક્ષેત્રે દાખવેલી સિદ્ધિને સર્ટિફિકેટ ઓફ રેકગ્નીશન દ્વારા બિરદાવી હતી. રાજ્ય પોલીસ વડા સુશ્રી ગીતા જોહરીએ આ સર્ટિફિકેટનો નવી દિલ્હી ખાતે સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન તળે ગુજરાતે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર વિકાસ સ્તંભો દ્વારા શ્રેષ્ઠ વિકાસ હાંસલ કર્યો છે ત્યારે પાસપોર્ટની કામગીરીમાં ઇ-ગવર્નન્સના ઉપયોગ દ્વારા રાજ્યના પોલીસ વિભાગે મેળવેલી સિદ્ધિને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા છે. ઇ-ગવર્નન્સ અને ગુજરાત પોલીસની કર્મઠ કાર્યશૈલીના કારણે અગાઉ પાસપોર્ટ અરજીની ખરાઇમાં જે દોઢ-બે મહિનાનો સમય નિકળી જતો હતો તેને ઇ-ગવર્નન્સ અને કાર્યનિષ્ઠા દ્વારા ગુજરાત પોલીસે ઘટાડ્યો છે.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે હાલ પાસપોર્ટની અરજીની ખરાઇ-વેરીફિકેશન આઠથી દશ દિવસમાં સંપન્ન થાય છે. વેરીફિકેશન સરેરાશ ૨૩ દિવસથી ઘટાડી ૧૧ દિવસની કરવાની સિદ્ધિ રાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાઇ છે. આ ઉપરાંત માત્ર એકવીસ જ દિવસમાં સો ટકા અરજીઓના નિકાલ દ્વારા ગુજરાત પોલીસે પોતાની કાર્યદક્ષતાનો પરિચય આપ્યો છે.

અધિક મુખ્યસચિવ (ગૃહ) શ્રી એમ.એસ.ડાગુરે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં પોલીસ વિભાગે પાસપોર્ટ સેવાકેન્દ્ર શરૂ કરીને ઓન લાઇન અરજીઓ મેળવી ઇ-ગવર્નન્સ દ્વારા વેરીફિકેશન પદ્ધતિ આ પ્રોજેકટ માટે સબંધિત કર્મયોગીઓને જરૂરી તાલીમ પણ અપાઇ છે. આ પી.એસ.પી. પ્રોજેકટને કારણે અત્યાર સુધીમાં ૨૬.૬૯ લાખ અરજીઓની સમયમર્યાદામાં ખરાઇ કરાઇ છે. ગૃહ સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગે એક ઠરાવ દ્વારા પાસપોર્ટ વેરીફિકેશન માટે સમયમર્યાદા ૧૫ દિવસની નક્કી કરી છે ત્યારે સરેરાશ માત્ર ૧૧ દિવસમાં આ કામગીરી સંપન્ન કરીને ગુજરાત પોલીસે પોતાની કાર્યદક્ષતા ઝળકાવી છે. તેમણે સમગ્ર તંત્રને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

સોમનાથ ટ્રસ્ટ દ્રારા લોકડાઉન દરમ્યાન પ્રસાદી, રાશનકીટ, ફુડ પેકેટ, માસ્ક વિગેરેનું વિતરણ કરાયું

editor

પાટણ વીર સ્મારક માટે રાજ્ય સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ઉદબોધન

aapnugujarat

દિયોદર બાર એસોસિએશન દ્વારા જસ્ટીસ પરેશ ઉપાધ્યાયને સન્માનિત કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1