Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દક્ષિણી સમુદ્રમાં ચીને લડાકુ વિમાન તૈનાત કર્યા

ભારત-ચીનની વચ્ચે તણાવભર્યો માહોલ છે, ત્યારે વિયતનામે પણ ચિંતા વ્યક્ત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, ચીને વિયતનામ સાથે જોડાયેલી સરહદ નજીક દક્ષિણ ચીન સમુદ્રમાં લડાકુ વિમાન તૈનાત કરી દીધાં છે. આ અંગે ચિંતિત વિયતનામે ભારતને જાણકરી આપી છે. ભારતમાં વિયતનામનાં રાજદૂત ફેમ સન ચાઉએ આ જાણકારી ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાને એક મુલાકાત દરમિયાન જણાવી છે. હાલ ભારત-ચીનની વચ્ચે તણાવભર્યો માહોલ છે, ત્યારે વિયતનામની આ ચિંતા ભારત માટે માથાનો દુઃખાવો છે. કારણ કે, દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાના લડાકુ વિમાનથી ભારત પર હુમલો કરી શકે છે. જેથી વિયતનામની આ ચિંતા ભારત માટે વિચારવા લાયક છે. ભારતની દક્ષિણે હિંદ મહાસાગર છે, જેથી દક્ષિણ સમુદ્રમાં ચીન દ્વારા લડાકુ વિમાન તૈનાત કરવા ભારત માટે ખતરારૂપ સાબિત થઈ છે.
મળતી માહિતી મુજબ, એક બેઠકમાં વિયતનામના રાજદૂત અને ભારતીય વિદેશ સચિવ વચ્ચે દક્ષિણી ચીન સાગરમાં ચીનના કારણે પેદા થતી તણાવ ચર્ચા કરી હતી. વિયતનામે ભારત સાથે મજબૂત રણનીતિક ભાગીદારીને આગળ વધારવાની તૈયારી પણ દર્શાવી છે. આ અંગે ફેમ સન ચાઉએ જણાવ્યું કે, ચીને એચ૬જે બોમ્બરને વૂડી આઈલેન્ડ પર તૈનાત કરી રાખ્યું છે. જે વિવાદિત પૈરાસેલ દ્વીપોનો એક ભાગ છે, જેના પર ચીનની સેવા પીપલ્સ લિબરેશન આર્મીએ કબ્જો જમાવી રાખ્યો છે. ચીને આ દ્વીપ પર એટલા માટે તૈનાતી કરી રાખી છે.
જેથી દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાની ગતિવિધિઓને રોકી શકાય.વિયતનામે ભારતને કહ્યું કે, ચીન પોતાની હરકતોથી સમગ્ર વિસ્તારમાં વિવાદ ઉભો કર્યો છે. વિયતનામ ઈચ્છે છે કે, ભારતની સાથે તેના રણનીતિક સંબંધ વધુ મજબૂત બને, દક્ષિણી ચીન સાગરમાં તેલ અને ગેસ ભારત તરફથી ભાગીદારી ઈચ્છે છે. જેથી દક્ષિણ ચીન સાગરમાં ભારતના હસ્તક્ષેપથી ચીનને તકલીફ વધશે. મહત્વનું છે કે, આ અગાઉ પણ ભારતે વિયતનામને ૧૦૦ મિલિયન ડોલર્સની પેટ્રોલ બોટ્‌સ ખરીદવામાં મદદ કરી હતી. આ બોટ્‌સ લાઈન ઓફ ક્રેડિટ્‌સ પર તૈનાતી માટે વિયતનામે ખરીદી હતી. ભારતે હનોઈ માટે ૫૦૦ મિલિયન ડોલર્સના પેટ્રોલ બોટ્‌સ ખરીદવામાં મદદ કરવાનું વચણ પણ આપ્યું હતું.

Related posts

मौलाना ने इमरान की कुर्सी हिला दी

aapnugujarat

Coronavirus: Death in Us’s Washington rises to 6

aapnugujarat

ઇજિપ્તમાં ભીષણ ત્રાસવાદી હુમલો : ૧૯૦ના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1