Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાંચ રાજ્યોના માથાનો દુખાવો બનેલા કુખ્યાત ગેંગસ્ટાર આનંદપાલનું એન્કાઉન્ટરમાં મોત

છેલ્લાં દોઢ વર્ષથી પાંચ રાજ્યોના માથાનો દુખાવો બનેલો કુખ્યાત ગેંગસ્ટાર આનંદપાલસિંહને પોલીસે બે કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. આ એન્કાઉન્ટરમાં બે પોલીસ જવાન પણ ઘાયલ થયા છે શનિવારે મોડી રાતે સવા અગિયાર વાગે એસઓજીએ ચૂરુના માલાસરમાં એન્કાઉન્ટર દરમિયાન તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન આનંદપાલ અને તેના બે સાથીઓએ એકે-૪૭ સહિત અન્ય હથિયારોથી ૧૦૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ દરમિયાન આનંદપાલને ૬ ગોળીઓ વાગી. એસઓજીના સીઆઈ સૂર્યવીર સિંહને હાથમાં ફ્રેક્ચર થયું, જ્યારે પોલીસકર્મી સોહનસિંહ ધર્મપાલ ગોળી વાગવાથી ઘાયલ થયા. સોહનની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે. આનંદપાલની પાસે ૨ એકે-૪૭ અને ૪૦૦ કારતૂસ મળ્યા છે. એસઓજીએ આનંદપાલના બે ભાઈઓન દેવેન્દ્ર ઉર્ફે ગુટ્ટૂ અને વિક્કીને હરિયાણાના સિરસાથી અરેસ્ટ કર્યા હતા. પૂછપરછમાં માહિતી મળી કે આનંદપાલ માલાસરમાં શ્રવણસિંહ નામના શખ્સના ઘરે છૂપાયેલો છે. ડીજીપી મનોજ ભટ્ટે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી એસઓજીના આઈજી દિનેશ એમએનના સુપરવિઝનમાં એડિશનલ એસપી સંજીવ ભટનાગરે હરિયાણામાં કેમ્પ નાખીને બેઠા હતા. આ દરમિયાન સંજીવ ભટનાગરે આનંદપાલના ભાઈ વિક્કી દેવેન્દ્રને સિરસાથી સાંજે ૬ વાગ્યે અરેસ્ટ કર્યો. ત્યારબાદ એસઓજીની એક ટીમ કરણ શર્માની આગેવાનીમાં ચૂરુ જિલ્લાના માલાસર ગામ પહોંચી. ત્યાં આનંદપાલ બે દિવસ પહેલા આવ્યો હતો. એસઓજીએ ઘેરાબંધી કરીને આનંદપાલને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે છત પર જઈને પોલીસ પર ફાયરિંગ કરવા લાગ્યો. એસઓજીની જવાબી ફાયરિંગમાં તે માર્યો ગયો. એસઓજી-એટીએસ ઉપરાંત નાગૌર, બીકાનેર, સીકર અજમેર જિલ્લાની પોલીસે આનંદપાલ ગેંગના ૧૦૮ લોકોને આનંદપાલને આશ્રય આપવા, વાહન પૂરું પાડવા, પોલીસકર્મીઓ પર ફાયરિંગ હત્યા કરવા અને આનંદપાલના ઈશારે સંગીન ઘટનાઓને અંજામ આપવાના આરોપમાં અરેર્ટ કર્યા. ફરાર આનંદપાલ પાંચ મહિના બાદ નાગૌર પોલીસે આનંદપાલનો પીછો કર્યો, પરંતુ તે કમાન્ડો ખૂમારામ પર ફાયરિંગ કરી ભાગી ગયો. ફાયરિંગથી ખુમારામનું મોત થયું હતું. એસઓજીએ આનંદપાલના સાથીને ભરતપુરથી પકડ્યો. આનંદપાલ ગ્વાલિયરમાં હતો. એસઓજી પહોંચી તો તે ભાગી ગયો. જોધપુરના ફલાંદીમાં એક મહિના પહેલા એસઓજીએ સર્ચ ઓપરેશન તેજ કર્યું પરંતુ આનંદપાલ એક દિવસ પહેલા ભાગી ગયો, એવામાં એસઓજીને તેને આશ્રય આપનારા આરોપીઓને જ અરેસ્ટ કરવા પડ્યા. બિકાનેરમાં અમનદીપસિંહના ફાર્મ હાઉસથી પોલીસ, એસઓજીની દરોડા પહેલા આનંદપાલ ભાગી ગયો હતો. કિશનગઢમાં આનંદપાલ દોઢ મહિનાથી આવેલો હતો પરંતુ એસઓજી પહોંચે તે પહેલા ભાગી ગયો હતો.

Related posts

पुलवामा में सुरक्षाबलों के साथ मुठभेड़ में 3 आतंकी ढेर,एक जवान शहीद

editor

सीबीआई नेपूर्व केंद्रीय मंत्री पी चिदंबरम को हिरासत में लिया

aapnugujarat

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં રહી ગયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1