Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયામાં હવસખોર પિતાએ દત્તક પુત્રીઓ ૭૨૯ વખત બળાત્કાર ગુજાર્યો

રશિયામાં એક વ્યક્તિ પર ૭૨૯ વાર બળાત્કાર ગુજારવાનો આરોપ મુકાયો છે. આ વ્યક્તિએ પાંચ છોકરીઓનું ભરણપોષણ કરીને મોટી કરી હતી. છોકરીઓ જોડે જ તે દરરોજ બળાત્કાર ગુજારતો હતો. આ તમામ છોકરીઓ અનાથ છે અને તેમની વય ૧૭ વર્ષ કરતાં ઓછી છે. સરકારી યોજના અંતર્ગત આ છોકરીઓને અનાથાલયમાંથી આ વ્યક્તિ પાસે મોકલાઈ હતી. તેણે છોકરીઓના ભરણપોષણની જવાબદારી પણ સ્વીકારી હતી. સરકાર તેના અવેજમાં તેને ભંડોળ પણ પૂરું પાડતી હતી.આરોપીએ પાંચ વર્ષમાં આ સગીરાઓ પર ૭૨૯ વાર બળાત્કાર ગુજાર્યો હતો. રશિયાના કાયદા પ્રમાણે બળાત્કારનો કેસ પુરવાર થાય તો મહત્તમ ૧૫ વર્ષની જેલની સજા થાય છે. પાંચમાંથી એક છોકરીએ આ અંગે સ્કૂલ ટીચરને જણાવતાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વ્યક્તિ પાંચમાંથી ચાર છોકરીને દરરોજ સેક્સ માટે ફરજ પાડતો હતો.

Related posts

ट्रंप के खिलाफ कोर्ट पहुंचे 174 भारतीय

editor

પનામા પેપર્સમાં ઘેરાયા નવાઝ શરીફ, વકીલોએ ૭ દિવસમાં રાજીનામાની કરી માંગણી

aapnugujarat

पाकिस्तान कि सिंधु नदी में वाहन गिरा, 14 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1