Aapnu Gujarat
રમતગમત

દુનિયાની સૌથી મોંઘી કાર રોનાલ્ડોએ ખરીદી, જેની કિંમત છે…

દુનિયાનો દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટ્રિયાનો રોનાલ્ડો ફક્ત પોતાની શાનદાર રમતના કારણે જ નહીં પોતાના કાર કલેક્શન માટે પણ જાણિતો છે. રોનાલ્ડો પાસે દુનિયાની સૌથી ટોપ ગાડીઓનું શાનદાર કલેક્શન છે અને હવે તેને દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી છે. જેની કિંમત 75 કરોડ રૂપિયા છે.

પોર્ટુગલના ફૂટબોલર રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કાર બુગાતી લા વોઇતુર નોઇર ખરીદી છે. રોનાલ્ડોએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કારનો ફોટો શેર કર્યો છે. રોનાલ્ડોએ આ કાર પર સીઆર 7 લખ્યું છે.

View this post on Instagram

You choose the view ????????

A post shared by Cristiano Ronaldo (@cristiano) on

ઉલ્લેખનીય છે કે, રોનાલ્ડોના ગેરેજમાં 264 કરોડ રૂપિયાની કારો ઉભી છે. રોનાલ્ડોની નવી કાર બુગાતી લા વોઇતુર નોઇરની વાત કરવામાં આવે તો કારની ટોપ સ્પીડ 380 કિમી પ્રતિ કલાક છે. આ કાર ફક્ત 2.4 સેકન્ડમાં 60 કિમીની સફર કરી નાખે છે. આ કાર દુનિયામાં ફક્ત
10 લોકો જ ખરીદી શકે છે..

ઉલ્લેખનીય છે કે, રોનાલ્ડો પાસે બુગાતી વેરોન ગ્રાન્ડ સ્પોર્ટ, ફરારી જીટીઓ, લેમ્બોર્ગિર્ની એેવેંટેડોર, મેક્લેરેન એમપી4 12
સી જેવી કાર છે. આ બધાની કુલ કિંમત 264 કરોડ રૂપિયા છે.

Related posts

किंग्स इलेवन पंजाब के कोच हेसन ने पद से दिया इस्तीफा

aapnugujarat

સિરાજ ODI બોલરોની રેન્કિંગમાં નંબર વન પર

aapnugujarat

ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી માટે ટીમની જાહેરાત થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1