Aapnu Gujarat
રમતગમત

સિરાજ ODI બોલરોની રેન્કિંગમાં નંબર વન પર

શ્રીલંકા સામે એશિયા કપ ફાઇનલમાં ઘાતક બોલિંગ કરીને સમગ્ર ટીમને ૫૦ રનમાં આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મોહમ્મદ સિરાજને આનો ઘણો ફાયદો થયો છે. આઈસીસીની તાજેતરની વનડે બોલરોની રેન્કિંગમાં તે નંબર વન પર પહોંચી ગયો છે. તેણે બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના જોસ હેઝલવુડથી ઘણું અંતર બનાવી લીધું છે. કુલદીપ યાદવ પણ ટોપ ૧૦ બોલરોમાં સામેલ છે. જોકે તેને રેન્કિંગમાં નુકસાન થયું છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની કાતીલ બોલિંગથી તેણે શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી. માત્ર એક ઓવરમાં ૪ વિકેટ લઈને સનસનાટી મચાવનાર આ બોલરે તાજેતરની આઈસીસી વનડેરેન્કિંગમાં ફરીથી નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. ભારતીય સ્પિનરકુલદીપ યાદવે ટોપ ૧૦ રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
એશિયા કપ ફાઈનલ જેવી મોટી મેચમાં શ્રીલંકાની બેટિંગને એકલા હાથે ધ્વસ્ત કરનાર મોહમ્મદ સિરાજ ૬૯૪ પોઈન્ટ સાથે આઈસીસી વનડે બોલરોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો જોસ હેઝલવુડ ૬૭૮ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે જ્યારે ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ એક પોઈન્ટ પાછળ ત્રીજા સ્થાને છે. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાનને ચોથું સ્થાન મળ્યું છે જ્યારે તેના સિનિયર રાશિદ ખાન પાંચમાં સ્થાને છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવ ૯મા સ્થાને છે જ્યારે પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિદી ૧૦મા સ્થાને છે.
સિરાજે એશિયા કપમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી જેમાંથી ફાઈનલમાં તેણે ૬ વિકેટ ઝડપી હતી.
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે બીજા ક્રમે હતો. શ્રીલંકાની મથિસા પાથિરાના ૧૧ વિકેટ સાથે ટોપ પર રહ્યો હતો. સિરાજે અત્યાર સુધી રમાયેલી ૨૯ વનડે મેચોમાં કુલ ૫૩ વિકેટ લીધી છે.

Related posts

Gianni Infantino re-elected as FIFA prez at Congress of world football’s governing body in Paris

aapnugujarat

આઇસીસી ટેસ્ટ રેંકિંગ : કોહલી શીર્ષ સ્થાને

aapnugujarat

વિમ્બલ્ડન : નડાલ, મરેની બીજા રાઉન્ડમાં આગેકૂચ

aapnugujarat
UA-96247877-1