Aapnu Gujarat
મનોરંજન

૩ લાખ લોકોને રોજગારી આપીશ : સોનુ

કોરોના કાળમાં હજારો લોકો સુધી મદદનો હાથ લંબાવનાર ફિલ્મ સ્ટાર સોનુ સુદનો આજે જન્મ દિવસ છે.જોકે સોનુ સુદે બર્થ ડેના દિવસે પણ સમાજસેવા ચાલુ રાખવાનુ એલાન કર્યુ છે.સોનુ સુદે જાહેર કર્યુ છે કે, પ્રવાસી મજૂરોને ૩ લાખ નોકરીઓ આપવામાં આવશે.સોનુએ સોશ્યલ મીડિયા પર ટિ્‌વટ કર્યુ હતુ કે, મારા જન્મ દિવસે મારા પ્રવાસી ભાઈઓ માટે ૩ લાખ નોકરીઓ …જેમાં તમામને સારો પગાર અને પીએફ અને ઈએસઆઈના લાભ મળશે.સોનુએ આ જાહેરાતની સાથે સાથે કેટલીક કંપનીઓનો પણ આભાર માન્યો છે.દરમિયાન સોશ્યલ મીડિયા પર સોનુના ચાહકો શુભેચ્છાઓ આપીને અને તેની લાંબી ઉંમર માટે કામના કરીને જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે.સોનુના ચાહકો કહી રહ્યા છે કે, તુ સાચા અર્થમાં સુપર હીરો છે.ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન સોનુ સુદે ફસાઈ ગયેલા હજારો મજૂરોને ઘરે મોકલવા બસોની વ્યવસ્થા કરી હતી.તાજેતરમાં સોનુએ વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે ચાર્ટર વિમાન પણ મોકલ્યુ હતુ.

Related posts

કંગના ભાજપની ટિકિટ પરથી લોકસભાની પેટા ચૂંટણી લડશે?

editor

રણબીર કપૂરે તખ્ત ફિલ્મ ઠુકરાવી…!!

aapnugujarat

Big B taught me that our work should bring happiness for us : Kriti

aapnugujarat

Leave a Comment

UA-96247877-1