Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દુનિયાના ઘણા બધા દેશો કોરોના સામેની જંગમાં વિરુદ્ધ દિશામ જઈ રહ્યા છે : WHO

WHOના વડા ડૉ. ટેડ્રોસ ઍડનોમ ગેબ્રિએસસે દાવો કર્યો છે કે વિશ્વના ઘણા દેશો કોરોના સાથેની લડાઈમાં ખોટી દિશામાં જઈ રહ્યા છે. ડો.ટેડ્રોસે કહ્યું કે કોરોન વાયરસના ચેપના કેસો વધી રહ્યા છે અને આ સાબિત કરે છે કે જે સાવચેતીઓ અને ઉપાયો વિશે વાત કરવામાં આવી રહી છે તેનું પાલન કરવામાં આવતું નથી. ઉત્તર અને દક્ષિણ અમેરિકા આ મહામારીમાં સૌથી ખરાબ સ્થિતી માં છે. યુ.એસ. માં આરોગ્ય નિષ્ણાતો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલી રસ્સાકસસીમાં ચેપના નવા કેસો સતત વધી રહ્યા છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, હાલમાં કોરોનાથી યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી વધુ પીડિત છે. અહીં હાલ સુધીમાં લગભગ 33 લાખ લોકોને ચેપ લાગ્યો છે અને એક લાખ 35 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

Related posts

इजराइल : स्पीकर ने किया संसद भंग, 2 साल में चौथा चुनाव

editor

મોદીએ ટ્રમ્પ-મેલાનિયાને ઘણી શાનદાર ભેટ આપી

aapnugujarat

શંકાસ્પદ બેગ મળી આવતા માન્ચેસ્ટર એરપોર્ટ ખાલી કરાવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1