Aapnu Gujarat
રમતગમત

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની બીજી મેચ આવતીકાલથી માન્ચેસ્ટરમાં

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની બીજી મેચ આવતીકાલથી માન્ચેસ્ટરમાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝ આ મેચ જીતે તો ઇંગ્લેન્ડમાં 32 વર્ષ પછી ટેસ્ટ સીરિઝ જીતશે. છેલ્લે વેસ્ટ ઇન્ડીઝે 1988માં ઇંગ્લેન્ડને તેના ઘરે 5 ટેસ્ટની સીરિઝમાં 4-0થી હરાવ્યું હતું. કોરોના વચ્ચે રમાઈ રહેલી વર્તમાન 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવી 1-0થી લીડ મેળવી લીધી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપનાર શેનોન ગેબ્રિયલ મેચનો ધ મેચ બન્યો હતો.

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધીમાં 158 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાંથી ઇંગ્લેન્ડ 49 ટેસ્ટ જીત્યું, 58 હાર્યું અને 51 મેચ ડ્રો રહી હતી. તે જ સમયે, ઇંગ્લિશ ટીમે ઘરમાં વિન્ડિઝ સામેની 87 મેચમાંથી 34 મેચ જીતી અને 31 હારી છે. જ્યારે 22 મેચ ડ્રો થઈ છે. સાઉથહેમ્પટનમાં પ્રથમ બે દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા હતા, પરંતુ માન્ચેસ્ટરમાં આવું બનશે નહીં. અહીં પ્રથમ દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ પછીના 4 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. માન્ચેસ્ટરની પિચ પર ફાસ્ટ બોલર્સને મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે. પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સક્સેસ રેટ 37.97% રહ્યો છે. આ મેદાન પર 79 ટેસ્ટ રમાઈ છે, તેમાંથી 30 મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી છે અને 14 હારી છે.

Related posts

ડેનમાર્ક પર ક્રોએશિયાની જીત

aapnugujarat

त्रिकोणीय टी20 सीरीज के लिए बांग्लादेश टीम का एलान

aapnugujarat

एमएस धोनी के रिटायरमेंट पर मीडिया में आ रही खबरें गलत : एमएसके प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1