Aapnu Gujarat
બિઝનેસ

દેશમાં ૨૦૨૧ સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૮૨.૯ કરોડ થશે

દેશમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા વર્તમાન સ્તરથી બમણી થઈ ૨૦૨૧ સુધીમાં ૮૨.૯ કરોડ થઈ જશે. ૨૦૧૬માં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૩૭.૩ કરોડ હતી તેમ એક
અહેવાલમાં જણાવાયું છે. આગામી પાંચ વર્ષમાં દેશની આશરે ૫૯ ટકા વસતિ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી થઈ જશે.
૨૦૧૬માં નેટવર્ક્ડ ડિવાઇસિસની સંખ્યા ૧.૪ અબજ હતી જે વધીને ૨૦૨૧માં બે અબજ થશે. સિસ્કો વિઝ્યુઅલ નેટવર્કિંગ ઇન્ડેક્સ (વીએનઆઇ) કમ્પ્લીટ ફોરકાસ્ટમાં જણાવ્યા અનુસાર એકંદર આઇપી ટ્રાફિક પણ આ પાંચ વર્ષના સમયગાળામાં વાર્ષિક ૩૦ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી ચાર ગણો વધશે.
સિસ્કો ઇન્ડિયા, સાર્કના મેનેજિંગ ડિરેક્ટર સંજય કૌલના જણાવ્યા અનુસાર વધુ ક્ષમતા ધરાવતા ડિવાઇસિસ, વધુ બેન્ડવિથ, બહેતર નેટવર્ક વગેરેને કારણે હાઈ બેન્ડવિથ ડેટા, વિડિયો અને એડ્‌વાન્સ મલ્ટિમીડિયા એપ્લિકેશનનો વપરાશ વધવાને કારણે મોબાઇલ અને વાઇ-ફાઇ ટ્રાફિકમાં વધારો જોવાયો છે. અહેવાલમાં વધુમાં જણાવ્યા અનુસાર ૨૦૨૧ સુધીમાં મોબાઇલ ટુ મોબાઇલ (એમટુએમ) કનેક્શન કુલ બે અબજ ડિવાઇસિસમાં ૨૨ ટકા હિસ્સો ધરાવશે અને કુલ આઇપી ટ્રાફિકમાં તેમનો હિસ્સો પાંચ ટકા જેટલો રહેશે.
સ્માર્ટ મીટર્સ, પેકેજ ટ્રેકિંગ, ડિજિટલ હેલ્થ મોનિટર્સ સહિતની ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)ની એપ્લિકેશન્સમાં નવા સુધારાને પગલે વૃદ્ધિ ઝડપી બની છે.
આઇપી ટ્રાફિક અને એકંદર ઇન્ટરનેટ ટ્રાફિક વૃદ્ધિમાં વિડિયોનું પ્રભુત્વ જળવાશે અને ૨૦૨૧ સુધીમાં તેનો કુલ ઇન્ટરનેટ ટ્રાફિકમાં તેનો હિસ્સો ૭૬ ટકા જેટલો રહેશે તેમ અહેવાલમાં જણાવાયું છે.

Related posts

બજેટમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રે નવી આકર્ષક પહેલ થઇ શકે

aapnugujarat

खादी लोकप्रिय ब्रान्ड के फैशन आऊटलेट्‌स पर बेचा जाएगा

aapnugujarat

હવે પતંજલિનું જીન્સ પણ બજારમાં આવશે !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1