Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં માસ્ક વગર નીકળ્યા તો ચૂકવવા પડશે રૂપિયા ૨૦૦

સમગ્ર ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. સરકાર દ્વારા વિવિધ નિર્ણયો વડે આ કોરોના વાયરસને ડામવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકડાઉન બાદ અનલોક ૧ ચાલી રહ્યું છે ત્યારે દિયોદરમાં લોકો પણ કોરોના વાયરસની મહામારી સમજી રહ્યા નથી અને કાળજી રાખી રહ્યા નથી માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે ત્યારે દિયોદર પોલીસ તંત્ર દ્વારા આવા લોકોને સમજાવવા એક અભિયાન હાથ ધર્યુ છે. દિયોદરમાં માસ્ક વગર બહાર નીકળનારને તંત્ર દ્વારા ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. દિયોદરમાં મામલતદારની ટીમ હોય તાલુકા પંચાયતની ટીમ હોય તે પછી ગ્રામ પંચાયતની ટીમ અને દિયોદર ટ્રાફિક પોલીસ દ્વારા દિયોદરમાં માસ્ક વગર બહાર નીકળનારને ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે તો દિયોદરમાં માસ્ક વગર પ્રવેશ કરતા હોવ તો હવે સાવધાન થઈ જાઓ અને ચેતી જજો નહીંતર તમારે પણ ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે. વધુમાં વાત કરીએ દિયોદર ટ્રાફિક પોલીસ દ્વારા આજે ૪૨ લોકોને રોકી ૮૪૦૦ રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. દિયોદર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રમેશભાઈ તેમજ કરણસિંહ દ્વારા આજે માસ્ક વગર નીકળતા ૪૨ લોકોને રોકી ૮૪૦૦ જેટલો આજે દંડ ફટકારવામાં આવ્યો છે.દિયોદર ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા પણ માસ્ક વગર ફરતા લોકોને રોકી દંડ ફટકારવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

રાફેલ સ્કેમ મોદી સરકારનું સૌથી મોટુ સંરક્ષણ કૌભાંડ : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

aapnugujarat

રથયાત્રા : સુરક્ષા માટે હિલિયમ બલૂન-ડ્રોનનું સફળ ટેસ્ટીંગ

aapnugujarat

મગફળી કાંડથી કોંગ્રેસનો કૌભાંડી ચહેરો સપાટી પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1