Aapnu Gujarat
બ્લોગ

…….તો નર્મદા સમાપ્ત થઈ જશે !

આ વર્ષે મે મહિનામાં કેટલાક પર્યાવરણવાદીઓએ મધ્યપ્રદેશમાં આવેલ નર્મદાના ઉદગમ સ્થાન અમરકંટકથી ગુજરાતમાં નર્મદાના પ્રવેશ સ્થાન મધ્યપ્રદેશના બારવાણી જિલ્લા સુધી નર્મદા કિનારે કિનારે પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસ પાછળનો તેમનો હેતું લાખો લોકોની જીવાદોરી નર્મદાના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ હાઈપ્રોફાઇલ યોજાના કેટલી સાર્થક નીવડી છે તે જોવાનો હતો. પરંતુ પ્રવાસમાં જે હકીકત જોવા મળી તેનાથી આ પર્યાવરણવાદીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા.નર્મદા મધ્યપ્રદેશના ૧૪ જિલ્લામાં થઈને પસાર થાય છે. પરંતુ આ દરેક જગ્યાએ નદીના સંવર્ધનની વાત તો દૂર શહેરનો કચરો અને ગટરનું પાણી પણ કોઇપણ જાતના પ્રાથમિક શુદ્ધીકરણ વગર સીધું જ નદીમાં ઠાલવવામાં આવે છે. પર્યાવરણવાદીઓએ નોંધ્યું કે અનેક જગ્યાએ નદીના પટમાં જ કચરો ઠાલવવામાં આવે છે જેના કારણે નદીનો પ્રવાહ અવરૂદ્ધ થાય છે. આ કારણોસર નદી કિનારેના કેટલાક ગામડાઓ અને શહેરોમાં ૩૦૦ ફૂટ સુધી બોર કરવા છતા પાણી નથી મળી રહ્યું.આ સાથે જ મધ્યપ્રદેશમાં ૧,૧૦૦ કિમી લાંબા નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર માઇનિંગ પ્રવૃત્તિઓ સતત ધમધમી રહી છે. તેમજ આ માટે કરવામાં આવતા ડાઇનામાઇટ બ્લાસ્ટના કારણે નદી કિનારે જોવા મળતા અનેક જળચર જીવો નાશપ્રાય થવા આવ્યા છે. જેમાં મીઠા પાણીની માછલી મહાસીર પણ સામેલ છે.આ ટીમના સભ્ય વિનાયક પરિહારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે,નદીનું ઉદગમ સ્થાન અમરકંટક અને નર્મદા કુંડ પણ આ પ્રદૂષણી અલિપ્ત નથી. આ જગ્યાએ પણ અમારી ટીમે ગટર લાઈન જોઈ હતી જે સીધી જ નદીમાં સુવેજ વોટરને નદીમાં ઠાલવે છે.આ પ્રવાસનું આયોજન મધ્યપ્રદેશની પર્યાવરણ સંસ્થા વિચાર મધ્યપ્રદેશ દ્વારા કરવામાં આવ્યું હતું.સંસ્કૃતિમાં જેને મહાનદી અને પવિત્ર નદી માનીને લોકો પૂજા કરે છે તે નદીને પ્રદૂષણથી બચાવવા કોઈ વ્યવસ્થા જ નથી. નદી કિનારે આવેલા કોઈપણ ગામ-શહેરમાં સુવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ જ ઉભો નથી કરવામાં આવ્યો. જેથી શહેર અને ગામની ગટર અને કારખાનાનું પ્રદૂષિત પાણી સીધુ નદીમાં ભળે છે.નર્મદા કિનારે આવેલા મધ્યપ્રદેશનું મોટું શહેર જબલપુર રોજ ૨૦૦ મિલિયન લિટર જેટલું પ્રદૂષિત પાણી પેદા કરે છે. જોકે શહેરના આ પાણીમાંથી માત્ર ૦.૫૦ મિલિયન લિટર પાણી પર જ પ્રોસેસિંગ કરવામાં આવે છે. જ્યારે કાઠોડા ગામ નજીક આવેલ ૫૦ એમએલડી માટેનો સુવેજ પ્લાન્ટ બંધ હાલતમાં પડ્યો છે.જબલપુર પાસે આવેલ જીલેટિન ફેક્ટરી, નરિંહપુર, સુહાગપુર, હોશંગાબાદ પાસે આવેલ ખાંડની ફેક્ટરીઓ અને ડેરી પ્રોડક્ટની ફેક્ટરીઓ પોતાના વેસ્ટ પાણીનો નિકાલ સીધો જ નર્મદા અથવા તેની સહાયક નદીઓમાં કરે છે. ખુદ રાજ્યના પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે રાજ્યની ૧૮ જેટલી મ્યુનિસિપલ સંસ્થાઓ વિરૂદ્ધ પ્રદૂષણ ફેલાવવા અંગે કેસ કર્યા છે.આ પર્યાવરણવાદીઓની ટીમે નોંધ્યું કે હોશંગાબાદમાં આવેલ કેન્દ્ર સરકારની સિક્યોરિટી પેપર મિલ સહિતની ફેક્ટરીઓ અને રાજ્યના અનેક કારખાના યુનિટો પાછલા કેટલાય દસકાઓથી નર્મદા અને તેની સહાયક નદીઓમાંથી બેફામ પાણીનો વપરાશ કરી રહ્યા છે જેના કારણે કેટલીક સહાયક નદીઓ સુકાવા આવી છે જ્યારે કેટલીક તો સદા માટે નાશ પામી છે.પરિહારે અમને વધુમાં જણાવ્યું કે, નદીના પટ વિસ્તારમાં સતત અતિક્રમણ અને રેતીની ચોરીથી જંગલો પણ નાશ પામી રહ્યા છે. કોર્ટના આદેશ છતા હજુ પણ નદીના કિનારે તથા વહેતા પાણી નીચેથી રેતીનું ઉત્ખનન અને ચોરી ચાલું જ છે.ફક્ત હોશંગાબાદની જ વાત કરીએ તો ૧૧ જગ્યાએ નદીની રેતીના માઇનિંગ માટે પરવાનગી આપવામાં આવી છે પરંતુ પર્યાવરણવાદીઓની ટીમે જોયું કે ૫૦ જેટલી જગ્યાએ આ પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલી રહી છે. પરિહારે જણાવ્યું કે, નદી તેના નીચાણવાળા ભાગ દેવાસ અને ખંડવા જિલ્લમાં ન વહેવા બરાબર વહે છે કેમ કે નદીની સહાયક નદીઓ સુકાઈ ગઈ છે જ્યારે બાકીનું પાણી ઇન્દ્રા સાગર ડેમમાં સ્ટોર કરી રાખવામાં આવે છે. પરિહારે કહ્યું કે, મોટા મોટા રાજનેતાઓ અને અભિનેતાઓ દ્વારા નર્મદા બચાવની જાહેરતા કરવાથી થોડોઘણો ફરક પડી શકે છે પરંતુ જ્યાં સુધી સરકાર પોતાના તરફથી કાયદાનું કડક પાલન નહીં કરે અને નદીના સંવર્ધન માટે લોકોને આ કાયદાનું પાલન નહીં કરાવે ત્યાં સુધી નર્મદા સતત વિલુપ્ત થતી રહેશે અને એક સમય એવો આવશે જ્યારે આ નદી સદા માટે લુપ્ત થઈ જશે.

Related posts

નરેન્દ્ર મોદી અને ન્યૂ ઇન્ડિયા

aapnugujarat

૩૦ મિનિટ ચાલનારા લોકોની મૃત્યુની આશંકા ૨૦ ટકા ઘટી જાય છે

aapnugujarat

प्रियंका गांधी का सवाल – भाजपा सरकार मौन, इस भयंकर मंदी का जिम्मेदार कौन?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1