Aapnu Gujarat
રાષ્ટ્રીય

શોપિયામાં હિજ્બુલનો ટૉપ કમાન્ડર ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મંગળવારે મોટી સફળતા મળી. સેનાએ શોપિયાંમાં એક ગામમાં છુપાયેલા ત્રણ આતંકવાદીને ઠાર માર્યા. એન્કાઉન્ટરમાં હિજ્બુલનો ટૉપ કમાન્ડર ઠાર મરાયો. આ સાથે સેનાએ સરપંચ અજય પંડિતાની હત્યાનો બદલો લીધો છે. સેનાએ છેલ્લા એક મહિનામાં ૩૦ આતંકવાદી ઠાર માર્યા છે. શોપિયાંમાં ૧૦ દિવસમાં ૧૭ આતંકવાદી માર્યા ગયા.
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહ અનુસાર આજે શોપિયાંમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા. જેમાંથી એક હિજ્બુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર છે અને સૌથી મહત્વની વાત એ છે કે હિજ્બુલના જે ત્રણ આતંકવાદીઓએ સરપંચ અજય પંડિતાની હત્યા કરી હતી. તે આતંકવાદીઓને આજે સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે.
સરપંચ અજય પંડિતાની હત્યાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ એ આ હત્યાની જવાબદારી લીધી હતી. સેનાનો એ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદના સંક્રમણનો અંત જરૂરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યુ, ત્રણ આતંકવાદી અથડામણમાં અત્યાર સુધી માર્યા ગયા. ઑપરેશન ચાલુ છે ઘટના સ્થળેથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કરવામા આવ્યો છે.અધિકારીએ કહ્યુ કે મધ્ય રાત્રિમાં એક સંયુક્ત કૉર્ડન અને તપાસ અભિયાન તુર્કવાંગમમાં પોલીસ, સેનાની ૪૪આરઆરની સંયુક્ત ટીમ દ્વારા શરૂ કરાયુ. જે ક્ષેત્રમાં આતંકવાદી છુપાયેલા હતા તેમને ઘેરવામાં આવ્યા.પહેલા આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ, પોલીસ અધિકારીએ કહ્યુ પરંતુ તેમણે તપાસ દળ પર ફાયરીંગ કર્યુ જેનાથી એક અથડામણ શરૂ થઈ. ત્રણ આતંકવાદી માર્યા ગયા છે અને તેમના મૃતદેહ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Related posts

રાફેલ ડિલ ઉપર ઘમસાણ વચ્ચે કેગનો અહેવાલ બંને ગૃહમાં રજૂ

aapnugujarat

अयोध्या मामले की सुनवाई शनिवार को नहीं होगी : CJI

aapnugujarat

ભાજપની રથયાત્રાને રોકાતા અમિત શાહ મમતા પર ખફા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1