Aapnu Gujarat
Uncategorized

ગીર – સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘મહિલા ગરિમા’ અભિયાન દિવસની ઉજવણી

મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સુષ્મિતા દેવની મુહિમ અન્વયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સૂચના અનુસાર ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કુ. સંગીતા ચાંડપાની આગેવાની હેઠળ આજે ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ‘‘મહિલા ગરિમા’’ અભિયાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં મહિલાઓ અને કુમારિકાઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા વિષે માહિતી આપવામાં આવી હતી. આ દિવસો દરમિયાન ખાસ પોતાની જાતને ચોખ્ખી રાખવામાં આવે તેમજ આ બાબતે અન્ય ચર્ચાઓ કરી બધાને સેનેટરી, નેપકીન, સાબુ, માસ્કની કીટ તૈયાર કરી અને વેરાવળ રીંગરોડ પર આવેલી વસાહત, જાલેશ્વર વિસ્તાર તેમજ મફતીયાપરા વિસ્તારમાં આ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મૂળીબેન નાઘેરા, વેરાવળ તાલુકા પ્રમુખ મીના બામનિયા, તાલાલા તાલુકા પ્રમુખ લક્ષ્મી દાફડા, અલ્પા મેર, હનીફાબેન, જેતુનબેન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ : -મહેન્દ્ર ટાંક, સોમનાથ

Related posts

ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પાક કાપણીના અખતરા લેવાશે

aapnugujarat

Google Home One-ups Amazon Echo, Now Lets You Call phones

aapnugujarat

GST collection drop for 3rd month

aapnugujarat

Leave a Comment

UA-96247877-1