Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામ ખાતે જરૂરીયાત લોકોને કરીયાણાની કીટ નું વિતરણ કરાયું..

બનાસકાંઠા: વિશ્વ ભરમાં જ્યારે કોરોના વાઇરસ થી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસના દિન પ્રતિદિન કેસમાં વધારો થઇ રહ્યો છે અને અમુક કેસમાં સુધારો પણ થય રહ્યો છે જ્યારે કોરોના વાઇરસના થી લોકો સુરક્ષિત રહે અને બચી શકે એ માટે ભારત સરકાર દ્વારા ર૧ દિવસ નું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે અને લોકોપણ લોકડાઉન ને સમર્થન આપી રહ્યા છે.

જ્યારે દેશના લોકો સુરક્ષિત રહે તે માટે ડોક્ટરો તેમજ પોલીસ કર્મીઓ હોય કે સફાઇ કર્મચારી કે અન્ય લોકો જ્યારે પોતાના જીવ જોખમમાં મૂકી ને બીજા ની સલામતી માટે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે જ્યારે કોઇ પણ દેશમાં ભુખ્યા પેટે ના સુવે અને લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે ભારતમાં નાના થી મોટા ફાઉન્ડેશન તથા બીઝનેશમેન કે ફિલ્મ કલાકારો તેમજ સામાજીક આગેવાનો તથા સરકારશ્રી દ્વારા ગરીબ લોકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ની કિટ બનાવી ને આપવામાં આવી રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામ ખાતે આજરોજ ઈરાદા ફાઉન્ડેશન તથા નિસ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા જીવન જરૂરિયાત કરીયાણાની કીટ લોકોને ઘર સુધી પહોંચે તે માટે કાંકરેજ મામલતદાર એમ.ટી.રાજપુત, ટીડીઓ અનિલભાઇ ત્રિવેદી , સોલંકી સાહેબ તથા સુથાર સાહેબ નાયબ મામલતદાર, નિસ્વાર્થ ફાઉન્ડેશન તથા ઇરાદા ફાઉન્ડેશન ના પ્રતિનિધિ,ભારમલભાઇ કો. ઓર્ડીનેટર, દિનેશભાઇ,કાંનતીજી સરપંચશ્રી, ડી.ડી.જાલેરા, ગોપાલભાઇ જોષી આચાર્ય પ્રા. શાળા, ભુરાજી જાલેરા, મુરતુજા ઉકાણી, હકીમુદ્દીન ઉકાણી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહી ૪૦ કિટ નું વિતરણ ઘર સુધી કરવામાં આવ્યું હતું.

(તસ્વીર/ અહેવાલ: મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

બનાસકાંઠા જિલ્લાના હાડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોન્સ્ટેબલને ઇજા કરવાના મામલે વિદ્યાર્થીને જામીન

aapnugujarat

ગુજરાતમાં ૬૪.૧૧ ટકા મતદાન નોંધાયું છે : પંચ

aapnugujarat

પતિએ જાસૂસી માટે બેડરૂમમાં લગાવ્યા સીસીટીવી કેમેરા,

aapnugujarat

Leave a Comment

UA-96247877-1