Aapnu Gujarat
ગુજરાત

ડુંગળી-બટેટાનાં ખેડૂતો માટે સરકારની ખાસ મદદ

આ વર્ષે રાજયમાં બટાટા-ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં બટાટા અને ડુંગળી પકવતા ખેડૂતોને સહાયરૂપ થવા બટાટા અને ડુંગળીના વેચાણ માટે કિલો દીઠ રૂા.૧ ની સહાય અને કટ્ટા દીઠ રૂા.૫૦ ની સહાયપેટે રૂા.૧૦૦ કરોડની ફાળવણી કરી છે. રાજયમાં ચાલુ વર્ષે બટાટાનું લગભગ ૩૯ લાખ મેટ્રીક ટન તથા ડુંગળીના પાકનું ૧૦ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયુ છે.રાજયના કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે તેમાં દરેક ખેડૂત દીઠ બટાટાના ૬૦૦ કટૃા (અંદાજે ૩૦૦ કવીન્ટલ) બટાટા ખેડૂત દીઠ કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર કાઢીને ગુજરાત રાજયમાં વેચાણ કરે તેમને દરેક કટ્ટા દીઠ રૂ.પ૦ એટલે કે એક કીલોએ રૂ.૧ ની સહાય આપવામાં આવશે જે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાંથી બટાટાના જથ્થાને બહાર કાઢે ત્યારે, એક કિલોદીઠ સહાયની સાથે સાથે, જો તે જથ્થાને રાજય બહાર વેચાણ કરવામાં આવે તો તેમાં પણ એક કીલોએ રૂ.૧ ની વધુ સહાય, રાજય બહાર નિકાસ સહાય તરીકે આપવામાં આવશે. આ માટે અંદાજે રૂ.૩૮ કરોડની અંદાજી સહાય ખેડૂતો માટે જાહેર કરવામાં આવી છે.
ડુંગળીનું પણ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને ડુંગળીની મોટાભાગની સીઝન પૂર્ણ થઇ છે. તેથી સરકારે નિર્ણય કર્યો છે કે તા.૧/૩/ર૦૧૭ થી તા.૧૦/૬/ર૦૧૭ ના ત્રણ માસ અને ૧૦ દિવસના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને અન્ય જિલ્લાના અથવા તો રાજયના અન્ય કોઇપણ જગ્યાએ ડુંગળીનું એ.પી.એમ.સી.(માર્કેટ યાર્ડ)માં જે ખેડૂતોએ વેચાણ કરેલ હશે તે ખેડૂતને તેમણે માર્કેટ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરેલાનું બીલ, માર્કેટ યાર્ડનો ગેટ પાસ, અથવા માર્કેટ યાર્ડના વજન કાંટોની પાવતી, અથવા વેપારીએ ખેડૂતને ડુંગળી ખરીદીની જે રકમ ચૂકવેલ હોય તેનો આધાર પુરાવો રજૂ કરશે તેવા તમામ ખેડૂતોને ડુંગળીના એક કટ્ટા દીઠ રૂ.પ૦ ની સહાય એટલે કે એક કીલોએ રૂ.૧ ની સહાય રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. આ માટે કુલ ૬૦ કરોડ મંજૂર કરાયાં છે.

Related posts

૨૬૦ કરોડનું કૌભાંડ : એજન્ટો સ્વપ્નીલના ફોટો લઇ રોકાણકારોને ધમકાવે છે

aapnugujarat

નવરાત્રિને લઇ મુખ્યમંત્રી સમક્ષ આયોજકોએ કરી રજૂઆત

editor

वरमोर गांव में दलित युवक की हत्या में युवती के चचेरे भाई की गिरफ्तारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1