Aapnu Gujarat
Uncategorized

પાવીજેતપુર તાલુકાના ત્રણેય કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે એસ.એસ.સી., એચ.એસ.સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

પાવીજેતપુર તાલુકાના પાવીજેતપુર, ભેંસાવહી તેમજ ભીખાપુરા કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે એસ.એસ.સી., એચ.એસ.સી. બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થઇ જવા પામ્યો છે.
પાવીજેતપુર તાલુકાના ત્રણેય કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષા આપી શકે તે હેતુસર દરેક કેન્દ્રોના ગેટ ઉપર બાળકોને કંકુથી તિલક લગાડી, સાકર ખવાડી, મોઢું મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સુપરવાઇઝરો તેમજ સ્થળ સંચાલક દ્વારા પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી બાળકોમાં પણ પરીક્ષાના ભય સાથે સાથે ગેટ ઉપર ઉમળકાભેર થઈ રહેલા સ્વાગતથી રાહતનો એહસાસ થતો હોય તેમ લાગતું હતું.
પાવીજેતપુર કેન્દ્રના સ્થળ સંચાલક સંજયભાઈ શાહના જણાવ્યા મુજબ ૩૯ બ્લોકમાં ૧૧૨૬ વિદ્યાર્થીઓમાંથી ૩૪ વિદ્યાર્થી ગેરહાજર રહેતા ૧૦૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જ્યારે ભેંસાવહીનાં સ્થળ સંચાલક પી.સી સોલંકીના જણાવ્યા મુજબ ૧૮ બ્લોકમાં ૪૧૪ વિદ્યાર્થીમાંથી ૭ વિદ્યાર્થી ગેરહાજર ૪૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જ્યારે ભીખાપુરાના સંચાલક ચંપકભાઈ રાઠવા ના જણાવ્યા મુજબ ૨૭ બ્લોકમાં ૭૫૫ વિદ્યાર્થીમાંથી ૧૯ વિદ્યાર્થી ગેરહાજર રહેતા ૭૩૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ફોટો લાઈન :-
પાવીજેતપુર પરીક્ષા કેન્દ્ર ઉપર એસ.એસ.સી બોર્ડના વિદ્યાર્થીઓ નું કંકુ તિલક લગાડી, ગુલાબનું ફૂલ આપી, સાકરથી મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.

ઇમરાન સિંધી..પાવી જેતપુર

Related posts

નંદાસણના ભીખાભાઈ મકવાણાની સરાહનીય કામગીરી

editor

મમુમિયા પંજૂમિયાના ઘર પર હુમલો, પુત્રી ઘાયલ

aapnugujarat

સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર દ્રારા સંત શ્રી રોહિતદાસની 645 મી જન્મ જયંતિની કરાઈ ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1