Aapnu Gujarat
રમતગમત

જી.ટી.યુ. ઝોનલ – ૩ ડિપ્લોમા ક્રિકેટ સ્પર્ધામાં એસ.વી.આઇ.ટી.ની ટીમ ઉપવિજેતા રહી

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ.)ના નેજા હેઠળ એસ.વી.આઈ.ટી. ખાતે તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન વલ્લભવિદ્યાનગર ઝોન ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ સ્પર્ધાનું આયોજન એસ. વી. આઈ.ટી., વાસદ ખાતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વલ્લભવિદ્યાનગર ઝોન ત્રણ ની કુલ ૧૦ ડિપ્લોમા કોલેજોએ ભાગ લીધો હતો.ટી-૨૦ ની આ સ્પર્ધામાં ફાઇનલ મેચ પારુલ પોલિટેકનિક ઈનસ્ટીટયુટ (પી.પી.આઈ.) અને ડિપ્લોમા વોકેસ્નલ એસ.વી.આઈ.ટી. વચ્ચે રમાઇ હતી. ટોસ જીતીને પારુલ પોલિટેકનિકની ટીમે પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. અને પ્રથમ બેટિંગ કરતાં એસ.વી.આઇ.ટી.ની ટીમ ના ૨૦ ઓવરની અંતે ૯૫ રન થયા હતા જેમાં દીપ પટેલ ના ૩૭ રનનું યોગદાન હતું. ૯૬ રનનો લક્ષ્ય પી.પી.આઈ.ની ટીમે ૧૪ ઓવરમાં ૩ વિકેટના ભોગે પૂરું કરી લીધું હતું અને ફાઇનલ મેચ સાત વિકેટથી જીતી જીટીયુ વલ્લભ વિદ્યાનગર ઝોન -૩ ડિપ્લોમા ક્રિકેટની ચેમ્પિયન બની હતી જ્યારે એસ.વી.આઈ.ટી. ડીપ્લોમાં વોકેશનલ ની ટીમ ઉપવિજેતા રહી હતી.
પાંચ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં રોજની બે મેચ રમાડવામાં આવતી હતી. અમ્પાયર તરીકે મૌલિક ત્રિવેદી અને નીલ શાહે સેવાઓ આપી હતી જ્યારે સમગ્ર સ્પર્ધાનું સંચાલન એસ.વી.આઈ.ટી. ના સ્પોટ્‌ર્સ ડાયરેક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
એસ.વી.આઈ.ટી. ના આચાર્ય ડૉ. એસ.ડી. ટોલીવાલ અને અન્ય મહાનુભાવોના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી આપી હતી.
એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, ઉપાધ્યક્ષ દિપક પટેલ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરરથી વિજેતા અને ઉપવિજેતા ટીમના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

अब रिंग में नहीं दिखेंगे द अंडरटेकर

editor

इस बार दशहरे पर फ्रांस में शस्त्र पूजा करेंगे रक्षा मंत्री

aapnugujarat

नडाल को हराकर विंबलडन फाइनल में पहुंचे रोजर फेडरर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1